સ્પર્શ રકતપિત્ત જાગ્રુતિ અભિયાન- પ્રતિજ્ઞા

આપણે ભરૂચ જિલ્લાના નાગરિકો અને જિલ્લા વહીવટીતંત્ર ” વિકસિત ગુજરાત, વિકસિત ભારત અભિયાન ” ના ઉપલક્ષે જાહેર કરીએ છીએ કે, આપણા જિલ્લાને રકતપિત્તથી મુક્ત કરવા માટે કોઇ કસર છોડીશું નહીં. રક્તપિત્ત રોગને ઓળખવો સરળ છે તેમજ તેની સારવાર ઉપલબ્ધ છે. આપણે શક્ય તેટલી વહેલી તકે રકતપિત્તના નવા દર્દી શોધાય તેવા ઘનિષ્ઠ પ્રયત્નો કરીશું. રકતપિત્તના નવા દર્દીઓને શોધવાની કામગીરી માટે જિલ્લામાં તમામ ઉપલબ્ધ સંભવિત સંસાધનોનો ઉપયોગ કરીશું. આ કામગીરી દરમ્યાન રકતપિત્તથી પ્રભાવિત વ્યકિતઓ અને તેમના પરિવારના સદસ્યો સાથે કોઇપણ પ્રકારનો ભેદભાવ કરીશું નહી. આપણે વ્યકિતગત અને સામુહિક રીતે રકતપિત્ત અસરગ્રસ્ત વ્યક્તિઓ સામે ઘૃણા કે ભેદભાવને દુર કરવાના પ્રયત્નો કરીશું અને તેઓને સમાજની સામાન્ય ધારામાં લાવવાના સંપુર્ણ પ્રયત્ન કરીશું.“ચાલો સૌ સાથે મળીને જાગૃતિ લાવીએ, ગેરસમજ દુર કરીએ અને રક્તપિત્ત-ગ્રસ્ત વ્યક્તિ વણશોધાયેલ ન રહે તે સુનિશ્ચિત કરીએ.” આ સુત્રના આધારે આપણે સૌ સંકલ્પ કરીએ કે સમાજમાં રકતપિત્તના દર્દીઓ પ્રત્યે કલંક અને ભેદભાવ કોઈપણ રીતે ચલાવી ન લઇએ।સ્પર્શ રકતપિત્ત જાગ્રુતિ અભિયાન- પ્રતિજ્ઞાઆજે હું, મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિને,મારા કુટુંબમાં,પડોશમાં અને જનસમુદાયમાં કોઇપણ વ્યક્તિની ચામડી પર ચાઠામાં સંવેદનાનો અભાવ કે દુ:ખાવો હોય અને રકતપિત્તના કારણે શારીરિક વિકૃતિ જોવા મળે તેમને તેમના રહેઠાણના નજીકના સારવાર કેંદ્ર ખાતે સંપુર્ણ સારવાર લેવા માટે જણાવીશ.મારા પોતાના કુટુંબના સભ્યની જેમજ સારવાર કરાવી તેમના પ્રત્યે કોઇપણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વિના હું માનભેર પ્રેમપુર્વક સાર-સંભાળ રાખીશ. હું જનસમુદાયમાં રક્તપિત્તના સંદેશાઓનો ફેલાવો કરીશ. રકતપિત્ત સંપુર્ણ મટી શકે છે, શરૂઆતના તબક્કામાં રકતપિત્તની સંપુર્ણ સારવારથી વિકૃતિ અટકાવી શકાય છે અને રક્તપિત્તગ્રસ્ત પ્રત્યે ભેદભાવ રાખીશ નહીં.હું પ્રતિજ્ઞા લઉં છુ કે, આપણે સાથે મળીને રકતપિત્ત નાબુદી માટે કામ કરીએ અને નજીકના ભવિષ્યમાં રકતપિત્ત મુકત ભારત બનાવી અને મહાત્મા ગાંધીનું સ્વપ્ન સાકાર કરીએ।