ભારતીય બનાવટનાં પરપ્રાંતીય ઇગ્લીંશ દારૂની બોટલો નંગ- ૮૪ કુલ કિ.રૂ.૨૫,૭૪૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ।
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી. સ્ટાફના અધિકારી/ માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સુચના આપેલ।તા.૧૭/૦૨/૨૦૨૫ ભાવનગર, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસ સ્ટાફને બાતમીરાહે હકિકત મળેલ કે, “ મનોજભાઇ દીલીપભાઇ ચૌહાણ રહે.શેરી નં.૦૨, લક્ષ્મીનગર, લાખાનગર નજીક, ઘોઘારોડ, ભાવનગર વાળો ગેર કાયદેસર ઇંગ્લીશ દારૂનો જથ્થો લાવી પોતાના રહેણાંક મકાનમાં સંતાડેલ છે અને વેંચાણ કરે છે.” જે બાતમીવાળી જગ્યાંએ રેઇડ કરતાં બાતમીવાળો માણસ હાજર મળી આવેલ નહીં અને તેના રહેણાંક મકાનમાં ઝડતી તપાસ કરતાં રહેણાંક મકાનમાંથી નીચે મુજબનો ભારતીય બનાવટનો ઇગ્લીંશ દારૂનો જથ્થો મળી આવેલ. તેના વિરૂધ્ધ ભાવનગર શહેર, ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।> આરોપી:-મનોજભાઇ દીલીપભાઇ ચૌહાણ રહે.શેરી નં.૦૨, લક્ષ્મીનગર, લાખાનગર નજીક, ઘોઘારોડ, ભાવનગર (પકડવાનો બાકી)કબ્જે કરેલ મુદ્દામાલ:-1. રોયલ સ્ટેગ સુપીરિયર વ્હિસ્કી ૭૫૦ ML બોટલો નંગ-૩૬ કિ.રૂ.૧૬,૮૧૨/-2. મેકડોવેલ નંબર- ૧ ઓરિજનલ બ્લેન્ડેડ વ્હિસ્કી બોટલો નંગ- ૪૮ કિ.રૂ.૮,૯૨૮/- મળી કુલ કિ.રૂ.- ૨૫,૭૪૦/- નો મુદ્દામાલ.કામગીરી કરનાર:-પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ, પોલીસ સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા, સ્ટાફના ભૈરવદાન ગઢવી, અરવિંદભાઇ મકવાણા, હારિતસિંહ ચૌહાણ, બળદેવભાઇ મકવાણા, સોહીલભાઇ ચોકીયા, મજીદભાઇ સમા, નિલમબેન મકવાણા।
Average Rating