માનનીય રાષ્ટ્રપતિશ્રીએ ઉતીર્ણ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા ન્યાય આધારિત વિકસિત ભારતના નિર્માણ માટે તેમની મહત્ત્વની ભૂમિકા બાબતે પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું હતું।

Views: 191
0 0

Read Time:2 Minute, 18 Second

માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના અધ્યક્ષસ્થાને તથા માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, દેશ-વિદેશથી પધારેલ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)નો તૃતીય પદવીદાન સમારોહ યોજાયો હતો, જેમાં વિવિધ ફેકલ્ટીના કુલ 1562 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.માનનીય રાષ્ટ્રપતિશ્રીએ ઉતીર્ણ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા ન્યાય આધારિત વિકસિત ભારતના નિર્માણ માટે તેમની મહત્ત્વની ભૂમિકા બાબતે પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું હતું। તેમણે વિવિધ ક્ષેત્રમાં અને દેશ-વિદેશમાં સંસ્થાના વ્યાપનો ઉલ્લેખ કરવાની સાથે દેશની સુદ્રઢ ન્યાયપ્રણાલી અને ફોરેન્સિક એક્સપર્ટ્સની મહત્તા અંગે જણાવી સૌને દેશ સેવા કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન હેઠળ સ્થાપિત NFSU આજે ફોરેન્સિક ક્ષેત્રમાં શિક્ષણ અને સિદ્ધિઓ થકી આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિપ્રાપ્ત સંસ્થા બનેલ છે. તેમણે આજે પદવી પ્રાપ્ત કરેલ સૌ વિદ્યાર્થીઓને ગુનાખોરી મુક્ત સુરક્ષિત અને વિકસિત ભારતના નિર્માણમાં તેમના વિશિષ્ટ કૌશલ્ય થકી યોગદાન આપવા માટે પ્રેરણા આપવાની સાથોસાથ ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like