POSCO – POSH ACT Awareness ની તાલીમનો એક કાર્યક્રમ વાપી ખાતે સવારે રાખવામાં આવ્યો છે।
વલસાડ જીલ્લામાં વલસાડ જીલ્લા પોલીસ અને સેલ્ફ ફાયનાન્સ સ્કુલ એસોસિયેશન – વલસાડ દ્વારા સ્ત્રી અને બાળકો વિરુદ્ધના જાતીય ગુનાઓ અટકાવવા માટે તા.૦૫.૦૪.૨૦૨૫ (શનિવાર) ના રોજ POSCO – POSH ACT Awareness ની તાલીમનો એક કાર્યક્રમ વાપી ખાતે સવારે રાખવામાં આવ્યો છે। આ તાલીમ કાર્યક્રમને સફળ બનાવવા, સમાજમાં સ્ત્રીઓ અને બાળકોની સલામતીમાં જાગૃતિ લાવવા તથા તેના પ્રચાર અને પ્રસાર માટે એક સભાનું આયોજન રાખવામાં આવ્યું હતું. જેમાં વલસાડ જીલ્લાના પોલીસ ખાતાના અંકિતા મિશ્રા (IPS), શ્રી દવે સાહેબ (DYSP) સાથે સેલ્ફ ફાયનાન્સ સ્કુલ્સ એસોસિયેશન વલસાડના પ્રમુખ ડૉ.અલ્પાબેન કોટડીયા અને સચિવ ડૉ. મિત્તલ ધાખડા, તથા અન્ય શાળાના 80 થી 85 ટ્રસ્ટીશ્રીઓ, આચાર્યો, શિક્ષકોએ હાજરી આપી હતી।
Average Rating