કેબીએસ એન્ડ નટરાજ કોલેજમાં લીડરશીપ માટે તાલીમ યોજાઈ।
કેબીએસ એન્ડ નટરાજ કોલેજમાં લીડરશીપ માટે તાલીમ યોજાઈ.વાપી : અત્રે ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમેરિયા એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ, વાપીના વિઘાર્થીઓ આજના ડીજીટલ અને સ્પર્ધાત્મક યુગમાં દરેક ક્ષેત્રમાં યોગ્ય નિર્ણયો લઈ શકે તે માટે M.R.Pai ફાઉન્ડેશન મુંબઈના સહયોગથી ૨ દિવસ લીડરશીપ તાલીમનું આયોજન કરવામાં આવ્યો હતો. જેમાં કોલેજના ૮૦ વિઘાર્થીઓએ ખુબ જ ખંતથી ૨ દિવસની તાલીમ પૂર્ણ કરી હતી. તાલીમ આપનાર શ્રી રાજીવકુમાર લવ અને શ્રીમતી ક્લેરીસાએ ભાગ લીધેલ વિદ્યાર્થીઓને વિવિઘ રમતો દ્વારા, ઉદાહરણો આપી તેમજ બિઝનેશમેનોના જીવનના અનુભવના પ્રસંગોની વાત કરીને હેતુ નક્કી કરવો, પોતાના વિશે જાણવું, ટીમવર્ક તથા નિર્ણાયક શક્તિ, વકૃત્વ તેમજ જીવનમાં સફળ થવા માટે જરૂરી લક્ષણોની ખુબજ ઉંડાણથી તાલીમ આપી હતી. ભાગ લીધેલ વિદ્યાર્થીઓએ પણ તાલીમના અંતે આ સ્પર્ધાત્મક યુગમાં તેઓ ઉભા રહી શકશે તેવો આત્મવિશ્વાસ કેળવ્યો હતો. આ સમગ્ર તાલીમનું સંચાલન ડો. યતીન વ્યાસ, ડો.દિપક સાંકી, ડો. ક્રિષ્ના રાજપૂત તેમજ પ્રા. શિવાની ગજરે એ કર્યુ હતું. આમ સમગ્ર પ્રોગ્રામ સફળ રહેતા કોલેજના આચાર્ય ડો. પૂનમ બી. ચૌહાણે તાલીમ આપનાર અને સંચાલકોનો આભાર વ્યક્ત કરી વિધાર્થીઓને જીવનામાં સફળ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી.।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating