વાપી મહાનગરપાલિકા દ્વારા નવા સમાવિષ્ટ ગામ વિસ્તારમાં પણ વેરા વસૂલાત માટે કેમ્પ કરવામાં આવ્યો હતો।
વાપી મહાનગરપાલિકા દ્વારા નવા સમાવિષ્ટ ગામ વિસ્તારમાં પણ વેરા વસૂલાત માટે કેમ્પ કરવામાં આવ્યો હતો।
પોતાનો વેરો જમા કરાવી મિલકતધારકો 5% રિબેટનો લાભ લે એ માટે રવિવારે બલીઠા ગામ વિસ્તાર અને વાપીના ચલામાં ઘર આંગણે વેરો ભરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. બલીઠામાં આવેલ રાજ રેસીડેન્સી સોસાયટીમાં આયોજિત કેમ્પનો 52 મિલકતધારકોએ લાભ લીધો હતો. જેમાં રૂ.1.99 લાખનો વેરો જમા કરાવવામાં આવ્યો હતો. ઘરવેરા વિભાગ દ્વારા વાપીમાં સમાવિષ્ટ 11 ગામના મિલકતધારકોને જૂન માસમાં પાછલી બાકી રકમ સાથે વેરો જમા કરાવી વર્ષ 2025- 26 ના પ્રોપર્ટી ટેકસમાં શિક્ષણવેરા સિવાયના વેરાઓ પર 5% રિબેટની યોજનાનો લાભ લેવા અપીલ થઈ છે. જે અંતર્ગત 15 દિવસમાં 11 ગામના મિલકતધારકોએ રૂ.1.40 લાખના રિબેટનો લાભ લીધો છે. જેમાં સૌથી વધુ લાભ મોરાઈ વિસ્તારના લોકોએ લીધો છે. આગામી 1 ઓક્ટોબરથી ચાલુ વર્ષના વેરા ઉપર ગામ વિસ્તારોમાં પણ વ્યાજ વસૂલવાનું શરૂ કરવામાં આવશે જે ધ્યાને લેવા જણાવાયું છે. રવિવારે વાપીના ચલામાં પ્રમુખ ઓરા સોસાયટીમાં આયોજિત કેમ્પમાં 144 મિલકતધારકોએ રૂ. 5.24 લાખનો વેરો જમા કરાવ્યો હતો. સોસાયટીના પ્રમુખ બલજિંદર સિંહ દ્વ્રારા વેરા વસૂલાત કેમ્પ માટે જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવી વધુને વધુ લોકોને 5% રિબેટનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. વેબસાઇટ vapicity.in પર ઓનલાઈન વેરો ભરવાની સુવિધા ઉપલબ્ધ કરી દેવામાં આવી હોવાથી ટેક્ષ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ ઠક્કરે હવે નાગરિકોને ઘરબેઠા લાભ લેવા જણાવ્યું છે।
Average Rating