માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર મહાનગરપાલિકા, ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ (GUDA) તથા જિલ્લા વહીવટી તંત્રના કુલ ₹700 કરોડથી વધુના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુર્હત સંપન્ન કરવામાં આવ્યા હતા।

Views: 177
0 0

Read Time:2 Minute, 51 Second

માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર મહાનગરપાલિકા, ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ (GUDA) તથા જિલ્લા વહીવટી તંત્રના કુલ ₹700 કરોડથી વધુના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુર્હત સંપન્ન કરવામાં આવ્યા હતા।

આ અવસરે સુકન્યા સમૃદ્ધિ યોજના, ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ તેમજ લાઇફ ઇન્શ્યોરન્સ સહિત પોસ્ટ વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીશ્રીએ આ અવસરે નાગરિકોની સુવિધામાં વધારો કરવાના હેતુ સાથે છેલ્લા 6 વર્ષમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં અંદાજે ₹25,000 કરોડના હાથ ધરવામાં આવેલ વિકાસ પ્રકલ્પોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની સાથે દેશને તમામ ક્ષેત્રે સુરક્ષિત બનાવવાનું કામ કર્યું છે. ઓપરેશન સિંદૂરનો સંદર્ભ આપી તેમણે ભારતીય સૈન્યના સાહસ, શૌર્ય અને પરાક્રમને બિરદાવી, ગર્વની લાગણી વ્યક્ત કરી હતી તેમજ માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ભારતનું સુરક્ષા ચક્ર વધુ મજબૂત અને અભેદ રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, ભારતમાં આંતરિક સુરક્ષાની જવાબદારીની સાથોસાથ માનનીય શ્રી અમિતભાઈ શાહે ગાંધીનગરના નાગરિકોની સુખાકારીને પણ એટલું જ પ્રાધાન્ય આપ્યું છે. તેમણે માનનીય વડાપ્રધાનશ્રીએ આપેલ પાણી અને પર્યાવરણની જાળવણી, સ્વચ્છતા-સ્વસ્થતા અંગે જાગૃતિ, વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવા જેવા જનહિતના સંકલ્પોને ખરા અર્થમાં સાકાર કરવાની દિશામાં સૌને સહકાર આપવા અનુરોધ કર્યો હતો તેમજ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવામાં વિકસિત પાટનગરનું ગૌરવ ગાંધીનગરને અપાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like