આજ રોજ હરીઆ પાર્કમાં આવેલ શ્રી એલ. જી. હરીઆ મલ્ટીપર્પઝ સ્કુલમાં 38માં સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી।
આજ રોજ હરીઆ પાર્કમાં આવેલ શ્રી એલ. જી. હરીઆ મલ્ટીપર્પઝ સ્કુલમાં 38માં સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી।
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના તથા દીપપ્રાગટય સાથે કરી શાળાના સ્થાપક સ્વ. શ્રી લખમશી ગોવિંદજી હરીઆ તથા સ્થાપક ચેરમેન સ્વ. શ્રી કાંતિલાલ લખમશી હરીઆ ને પુષ્પ અર્પણ કરી કરવામાં આવી હતી. શાળાના ચેરમેન શ્રી અમૃતલાલ ખીમજી શાહ, ટ્રસ્ટી શ્રીમતી હર્ષિદા શાહ, શાળાના આચાર્ય બિની પૌલ અને સ્ટાફની હાજરીમાં શાળાના ધોરણ 1 થી 12 ના ટોપર્સ તથા તેમના વાલીગણને આમંત્રીત કરી, વિધાર્થીઓને સ્મૃતિ ભેટ આપી ફેલીસીટેટ કરવામાં આવ્યા હતા. આ અવસર પર પાછલા 38 વર્ષોના યાદગાર પ્રસંગો યાદ કરી આગળ પણ આજ રીતે વિધાર્થીઓ ના સંપુર્ણ વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કરી વિધાર્થીઓના સુંદર ભવિષ્ય માટે કામના કરવામાં આવી।
Average Rating