મનપાના કમિશનરશ્રી યોગેશ ચૌધરી(IAS)ના સુચનથી અને નાયબ કમિશ્નરશ્રી અશ્વિન પાઠકના માર્ગદર્શન હેઠળ સોસાયટીમાં વેરા વસૂલાતનો કેમ્પ રાખવાની શરૂઆત।
વાપી મહાનગરપાલિકા દ્વારા વાપી મનપા વિસ્તારમાં રહેતા મિલકતધારકો કે જેઓ નોકરી-ધંધામાં વ્યસ્ત રહેતા હોવાથી રજાના દિવસે તેઓના ઘરઆંગણે તેઓની મિલકતનો વેરો ભરી શકે અને મનપા દ્વારા દર વર્ષે જૂન માહિનામાં આપવામાં આવતી રીબેટ યોજનાનો લાભ નોકરિયાત વર્ગને મળી શકે તેવા શુભ આશયથી મનપાના કમિશનરશ્રી યોગેશ ચૌધરી(IAS)ના સુચનથી અને નાયબ કમિશ્નરશ્રી અશ્વિન પાઠકના માર્ગદર્શન હેઠળ સોસાયટીમાં વેરા વસૂલાતનો કેમ્પ રાખવાની શરૂઆત વાપી મનપાના ઘરવેરા વિભાગ દ્વારા કરવામાં આવી. વેરા વસૂલાત માટેની આ નવી પહેલની શરૂઆત વાપીના ચલા વિસ્તારમાં આવેલ પ્રમુખ ગ્રીન સોસાયટીથી કરવામાં આવી અને તેના ભાગરૂપે રવિવાર તા.૦૧/૦૬/૨૦૨૫ના રોજ ઘરવેરા વિભાગની ટીમ દ્વારા પ્રમુખ ગ્રીન સોસાયટી ખાતે વેરા વસૂલાતની કામગીરી કરવામાં આવી હતી. જેમાં સદર સોસાયટીના કુલ ૧૧૮ મિલકતધારકોએ આ કેમ્પનો લાભ લઈ સોસાયટીમાંજ મહાનગરપાલિકાને રૂ.૪.૧૮ લાખનો વેરો જમા કરાવી ૫% રીબેટનો લાભ પણ મેળવેલ છે. પ્રમુખ ગ્રીન સોસાયટી સોસાયટીના સેક્રેટરી શ્રી કિશોરભાઈએ ઘરબેઠા વેરો જમા કરાવવાની આ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી યોગેશ ચૌધરીનો આભાર માની આજ રીતનો લાભ અન્ય સોસાયટીઑ પણ મેળવે તે રીતની અપીલ પણ કરેલ છે.આ નવી પહેલ ની શરૂઆતમાં વાપી મનપાના ટેક્ષ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રીરાકેશ ઠક્કરે જણાવ્યું હતું કે હાલમાં મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬ ના વેરામાં પાછલી બાકી તમામ રકમ ભરવા સાથે તા.૧ થી ૩૦ જૂન સુધી શિક્ષણ ઉપકર સિવાયના વેરાઓ પર ૫% રીબેટ આપવામાં આવી રહેલ હોય જે સોસાયટીમાં ૧૦૦ થી વધુ મિલકતધારકો એકસાથે વેરો ભરવા માગતા હશે તો જૂન માસમાં રજાના દિવસે તેવી સોસાયટીમાં પણ વેરા વસૂલાત કેમ્પનું આયોજન કરવામાં આવશે. જે માટે જેતે સોસાયટીના વહીવટ કર્તાએ પોતાની સોસાયટીનું નામ વાપી મનપાની કચેરીમાં ટેક્ષ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રીરાકેશ ઠક્કરને નોંધાવી આ તકનો લાભ લેવા વિનંતી કરવામાવેલ છે. વધુમાં આ પ્રકારનો લાભ વહેલાતે પહેલાના ધોરણે આપવાનો થતો હોય લાભ લેવા માંગતી સોસાયટીએ સત્વરે પોતાના નામ નોંધવવા નગરજનોને અપીલ કરેલ છે।
Average Rating