વાપી મહાનગર પાલિકા દ્વારા આગામી દિવસોમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે પર્યાવરણની જાળવણીના હેતુસર વૃક્ષારોપણનું આયોજન કરી રહેલ છે।
આથી વાપી મહાનગરપાલિકા વિસ્તારના નાગરિકો, સોસાયટીઓના રહીશો, એનજીઓ,મનપા વિસ્તારની તમામ શાળાઓ/કોલેજો/સરકારી કચેરીઓ તથા તમામ સ્વૈછીક સંસ્થાઓ વિગેરે તમામને જણાવતા આનંદ થાય છે કે વાપી મહાનગર પાલિકા દ્વારા આગામી દિવસોમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે પર્યાવરણની જાળવણીના હેતુસર વૃક્ષારોપણનું આયોજન કરી રહેલ છે જેમાં તમામને સહભાગી થવા નમ્ર અપીલ છે અને આ વૃક્ષારોપણના આયોજનમાં સહભાગી થવા આપ વાપી મહાનગર પાલિકા ખાતે પોતાનું નામ નોંધાવી અત્રેની કચેરીથી જરૂરી સંખ્યા નોંધાવી તે મુજબના રોપા મેળવી શકો છો. વૃક્ષારોપણના આયોજનમાં સહભાગી થવા અને રોપા મેળવવા માટે આપ વાપી મહાનગરપાલિકા ખાતે આરોગ્ય વિભાગમાં પોતાનું નામ,સરનામું અને મોબાઇલ નંબર નોંધાવી શકો છો. તેમજ આપના દ્વારા રોપવામાં આવેલ રોપાનું પૂરતું જતન થાય તે હેતુથી તેને સુરક્ષિત કરી તેના ફોટોગ્રાફ્સ અત્રે જમા કરી પર્યાવરણની જાળવણીના આ મહા યોગદાનમાં આપનો સહકાર આપવા અને આપણાં શહેરને હરિયાળું બનાવવા સહયોગ આપવા વિનંતી છે।
Average Rating