આજરોજ તા.૦૪/૦૬/૨૫ ના દિને ધરમપુર નગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક માટે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું।

Views: 209
0 0

Read Time:1 Minute, 9 Second

વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રાલય ભારત સરકાર દ્વારા તા.૨૨ મેં ૨૦૨૫ થી તા.૫ જુન ૨૦૨૫ દરમિયાન “Ending Plastic Pollution Globally” વિષય ઉપર પખવાડીક ઝુંબેશ અંતર્ગત ચીફ ઓફિસરશ્રી ડૉ .વિજય ઈટાલિયા અને નગરપાલિકા પ્રમુખશ્રી ની સૂચના અનુસાર આજરોજ તા.૦૪/૦૬/૨૫ ના દિને ધરમપુર નગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક માટે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું. જે દરમ્યાન નગરપાલિકા વિસ્તારની વિવિધ દુકાનોમાં જઈ પ્લાસ્ટિક થી થતાં નુકસાન વિશે સમજણ આપવામાં આવી. તેમજ ૧૨૦ માઇક્રોન કરતા ઓછી જાડાઈનું પ્લાસ્ટિક વેચાણ ન કરવા માટે સૂચનો આપવામાં આવ્યા, અને પ્લાસ્ટિક વેચાણ કરતા દુકાનદારો સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી, તેમજ કાપડની થેલીના ઉપયોગ કરવા માટેનો આગ્રહ કરવામાં આવ્યો।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like