વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી દ્વારા આયોજિત રાણી અબ્બક્કાદેવી ૫૨ મો યુવા મહોત્સવ-૨૦૨૫ અંતર્ગત જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત જે.ઝેડ.શાહ આર્ટ્સ એન્ડ એચ.પી.દેસાઈ કોમર્સ કૉલેજ, અમરોલી-સુરત જુદી જુદી સ્પર્ધાઓમાં વિજેતા બની।

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી, સુરત દ્વારા આયોજિત રાણી અબ્બક્કાદેવી ૫૨ મો યુવા મહોત્સવ-૨૦૨૫ અંતર્ગત જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત જે. ઝેડ.શાહ આર્ટ્સ એન્ડ એચ.પી.દેસાઈ કોમર્સ કૉલેજ, અમરોલીએ વિવિધ ૨૫ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. જે પૈકી સ્કિટ સ્પર્ધામાં પ્રથમ ક્રમે, ઈંસ્ટોલેશન સ્પર્ધામાં દ્વિતીય ક્રમે, લોકગીત સ્પર્ધામાં એસ.વાય. બી.એ. નો વિદ્યાર્થી અવલધાત ગઢવી તૃતીય ક્રમે વિજેતા બન્યા હતા. હળવું કંઠ્ય સંગીતમાં ટી.વાય.બી.કોમની વિદ્યાર્થીની કુ. હેપ્પી પ્રજાપતિ દ્વિતીય ક્રમે અને એકાંકી નાટક “આહુતિ”માં પ્રથમ ક્રમે વિજેતા બન્યા. આ ઉપરાંત ચંચી મેહતા અવોર્ડ ગલાની પ્રિયાંશી ને તેમજ શ્રેષ્ઠ દિગ્દર્શક એવોર્ડ વત્સલ શેઠ ને આપવામાં આવ્યો હતો. વિજેતા ટ્રોફી આદરણીય કુલપતિશ્રી પ્રિ.ડૉ.કિશોરસિંહ એન. ચાવડાસાહેબ નાં વરદહસ્તે એનાયત કરવામાં આવી હતી. જૂદી જૂદી સ્પર્ધાઓમાં ભાગ લીધેલ સૌ સ્પર્ધક કલાકારો અને ટીમ મેનેજરશ્રીઓ તથા સમગ્ર કલચરલ ટીમ ને જીવન જયોત ટ્રસ્ટ, ઇ.ચા.આચાર્યશ્રી ડૉ. સેજલ એ. દેસાઈ અને અમરોલી કૉલેજ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન।
Average Rating