મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત ‘મિશન ફોર મિલિયન ટ્રીઝ’ અભિયાનનો અમદાવાદ ખાતે નિર્માણ થનાર ‘સિંદૂર વન’ ખાતે સિંદૂરના રોપાનું વૃક્ષારોપણ કરી શુભારંભ કરાવ્યો હતો।

Views: 172
0 0

Read Time:1 Minute, 23 Second

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત ‘મિશન ફોર મિલિયન ટ્રીઝ’ અભિયાનનો અમદાવાદ ખાતે નિર્માણ થનાર ‘સિંદૂર વન’ ખાતે સિંદૂરના રોપાનું વૃક્ષારોપણ કરી શુભારંભ કરાવ્યો હતો.

 

અત્રે ઉલ્લેખનીય છે કે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન ભારતીય સેનાના અદ્દભુત પરાક્રમ અને શૌર્યના સન્માનમાં AMC દ્વારા અમદાવાદમાં ‘સિંદૂર વન’ના નિર્માણની એક ગૌરવભરી પહેલ હાથ ધરવામાં આવી છે.

 

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે @AmdavadAMC દ્વારા પર્યાવરણ જાળવણીના વિષય પર આયોજિત ચિત્ર સ્પર્ધામાં વિજયી થયેલ મ્યુનિસિપલ સ્કુલ બોર્ડની શાળાના વિદ્યાર્થીઓને સાયકલના વિતરણ થકી પુરસ્કૃત કર્યા હતા તેમજ નાગરિકો પર્યાવરણ પ્રત્યે જાગૃત બની વધુમાં વધુ વૃક્ષારોપણ કરે તે માટે વિવિધ વિસ્તારોમાં ફરનારા ‘વૃક્ષ રથ’નું પ્રસ્થાન પણ કરાવ્યું હતું।

 

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like