વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા મા 79મા સ્વાતંત્ર્યદિન ની ઊજવણી કરવામાં આવી।
સમગ્ર દેશમાં અને ગુજરાત રાજ્યમા 79મા સ્વાતંત્ર્ય પર્વની ભારે ધૂમધામ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ ખાતે સ્વાતંત્ર્યદિન નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અતિથી વિશેષ તરીકે શ્રી અમૃતલાલ ખીમજી શાહ -ચેરમેન, શ્રી કૌશિક હરિઆ એજ્યુકેશનલ ફાઉન્ડેશન ઉપસ્થિત રહ્યાં હતાં. સાથે શ્રી ઉજ્જવલ શુકલા -એસ એમ સી ચેરમેન, શ્રીમતી હર્ષિદાબેન રમેશભાઈ શાહ-ટ્રસ્ટી, એસ કે એચ ઈ એફ, શ્રીમતી ભારતીબેન સુમેરિયા -ટ્રસ્ટી, એસ કે એચ ઈ એફ, શ્રીમતી દિશા શાહ-મેમ્બર એસ એમ સી, શ્રી કૃષ્ણાનંદ હેબલે-એસ એમ સી મેમ્બર તેમજ શ્રીમતી વાની આર કે -મેમ્બર એસ એમ સી ઉપસ્થિત રહ્યા હતા. સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ના ભાગ રૂપે અતિથી વિશેષ શ્રી અમૃતલાલ ખીમજી શાહ ના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા જેમાં વિશેષ કરીને પ્રિ-પ્રાયમરી વિભાગના બાળકો દ્વારા વિવિધ રાજયોની ઝાંખી કરાવતી ભારતીય સંસ્કૃતિની ઓળખ સમી વેશભૂષા ધારણ કરવામાં આવી હતી જેને નિહાળી સૌ આનંદિત થઇ ગયા હતા.બાળકોના વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંતે શાળા ના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળા પરિવાર વતી કાર્યક્રમ ની સફળતા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો।
Average Rating