વાપી ની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા મા જન્માષ્ટમીની ઊજવણી કરવામાં આવી।
વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા મા પ્રિ-પ્રાયમરી વિભાગ દ્વારા શ્રી કૃષ્ણ જન્મ મહોત્સવ ની ઊજવણી કરવામાં આવી. કાર્યક્રમ ની શરૂઆત શ્રી કૃષ્ણ ની મંગલમય આરતી દ્વારા કરવામાં આવી. શાળા મા નાના ભૂલકાઓ શ્રી કૃષ્ણ અને રાધા ની વેશભૂષા ધારણ કરીને આવ્યા હતા તેથી શાળા પરિસર ગોકુલમય બની ગયું હતું. પ્રિ-પ્રાયમરી વિભાગ ની શિક્ષિકા બહેનો પણ રાધા-કૃષ્ણ, યશોદા મૈયા બની ને આવ્યા હતા. અંતે મટકી ફોડ કાર્યક્રમ સૌનુ આકર્ષણ નુ કેન્દ્ર હતો. નાના બાળકો દ્વારા નાચગાન સાથે મટકી ફોડી કાર્યક્રમ ની પૂર્ણાહુતિ કરવામાં આવી. શાળા ના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બીની પૌલે સૌને કાર્યક્રમ ની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા।
Average Rating