વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ના વિદ્યાર્થીઓ ઝળક્યા।
જીવરાજકા ઈન્ટરનેશનલ સ્કુલ (આલોક પબ્લિક સ્કુલ) સેલવાસ દ્વારા આંતર શાળા અસ્ત્ર મલંગ-2025 અંતર્ગત વિવિધ પ્રતિયોગિતા નુ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રતિયોગિતા માં અઢાર જેટલી શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં વાપી ની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ના ધોરણ આઠના વિદ્યાર્થી પ્રયાગ કુલકર્ણી, અનમોલ શ્રીવાસ્તવ ઘોરણ નવ અને અભિનવ પાંડે ધોરણ દસ GEOBEE-જયોગ્રાફી ક્વિઝ કોન્ટેસ્ટ મા ભાગ લઇ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેમજ સુડોકુ પ્રતિયોગિતામા ગૃપ-3મા ધોરણ બારના વિદ્યાર્થી ઉત્કર્ષ સીંગ અને ગૃપ -2મા ધોરણ અગિયાર ની વિદ્યાર્થીની શાલ્વી કુશવાહા દ્વિતીય સ્થાન તેમજ ગૃપ -1મા ધોરણ દસ નો વિદ્યાર્થી પિયુષ રાઠોડે તૃતિય સ્થાન પ્રાપ્ત કર્યું હતું .અને વક્તવ્ય સ્પર્ધા (ડેકલેમેશન કોમ્પિટિશન) માં ધોરણ બાર ની વિદ્યાર્થીની અંશિકા મિશ્રા એ તૃતિય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જ્યારે જીવનશિલ્પ -હસ્તકલા પ્રતિયોગિતામા ધોરણ બાર ના વિદ્યાર્થી સૂરજ ત્રિપાઠી અને સુમિત પિલાનીઆ એ તૃતિય સ્થાન પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્યું છે આમ ઓવર ઓલ ટ્રોફી શાળાને મળતા શાળા પરિસરમાં આનંદની લહેર છવાઈ ગઈ હતી. શાળા ના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળા પરિવાર વતી વિજેતા વિદ્યાર્થીઓ અને તેમની માર્ગદર્શક શિક્ષકો ની ટીમને મેળવેલ સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ બાળકો એ પ્રદર્શિત કરેલી અસાધારણ પ્રતિભાને બિરદાવી હતી।
Average Rating