વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ના વિદ્યાર્થીઓ તાઇકવોન્ડો સ્પર્ધા માં જિલ્લા કક્ષાએ ઝળકયા
સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા તાઇકવોન્ડો સ્પર્ધા નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાપી ની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અને અંડર 19 -51-56 કિ.ગ્રા.કેટેગરીમાં ધોરણ બાર નો વિદ્યાર્થી દર્ષ પટેલે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે જ્યારે અંડર 19-68-73કિ.ગ્રા.કેટેગરીમાં ધોરણ બાર નો વિદ્યાર્થી રિતુરાજ સિંગ એ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે અંડર 19-73-78કિ.ગ્રા.કેટેગરીમાં ધોરણ દસ નો વિદ્યાર્થી કિર્તન પટેલે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. અંડર 17-38-43કિ.ગ્રા.કેટેગરીમાં ધોરણ દસનો વિદ્યાર્થી આર્યન ગવાઈ એ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.અંડર 17- 73-78 કિ.ગ્રા.કેટેગરીમાં ધોરણ અગિયાર નો વિદ્યાર્થી રુદ્રેશ ચૌબે એ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.જયારે બહેનોની કેટેગરીમાં ધોરણ અગિયાર ની વિદ્યાર્થીની દિપા ચૌરસિયા એ અંડર 19- 63-73 કિ.ગ્રા.મા પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જ્યારે ધોરણ આઠ ની વિદ્યાર્થીની રિધિમા શર્મા અંડર 14 -37-43કિ.ગ્રા.કેટેગરીમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્યું છે.હવે આ વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ શાળા નુ પ્રતિનિધિત્વ કરશે. શાળા ના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળા પરિવાર વતી વિજેતા વિદ્યાર્થીઓ ને અભિનંદન પાઠવ્યા હતા અને રાજ્ય કક્ષાએ શાળા નુ પ્રતિનિધિત્વ કરી ઉત્કૃષ્ટ દેખાવ કરી શાળાને ગૌરવ અપાવે તેવી આશા વ્યક્ત કરી હતી।
Average Rating