કેબીએસ એ નારાજ કોલેજમાં માનવ અધિકાર એસો. દ્વારા વુમન અવર્નેસ કાર્યક્રમ યોજાયો।

વાપી: અત્રે ચાણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમારિયા કોમર્સ એ નટરાજ પ્રોફેશન્લ સાયન્સીસ કોલેજ
વાપી ખાતે તા.૨૬/૦૯/૨૦૨૭ ના રોજ ભારતીય માનવ અધિકાર એસોસીએસન દ્વારા વુમન અવર્નેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે ભારત સરકારના નેશનલ કમિશનર વિભાગના મહિલા સભ્ય ડેલીના ખોંગડુપ અને અતિથી વિશેષ તરીકે ભારતીય માનવ અધિકાર એસોસીએસનના ચેરમેન શ્રી અનુરાગ ચંદ્રવંશી હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ભારતીય માનવ અધિકાર એસોસીએસન ગુજરાત પ્રદેશના પ્રમુખો ઓમ પ્રકાશ શર્મા તથા તેમની ટીમ તેમજ પીએફ કમિશનર પ્રવીણ ધારવાલ, વલસાડ જીલ્લા પોલીસ અધીક્ષક યુવરાજ સિંહ જાડેજા, આસીસટ પીએફ કમિશનર ઓફ વાપી શ્રીમતી પૂનમ, વાપી મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુંનીપલ કમિશનર આસ્થા સોલંકી, વલસાડ જીલ્લાના વુમન્સ અને ચાઈલ્ડ ઓફિસર સ્પ્રેતા દેસાઈ તેમજ કોલેજના આચાર્ય ડૉ. પૂનમ બી. ચૌહાણ,સ્ટાફગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મુખ્ય મહેમાને મહિલા જાગૃતિ તેમજ ભારત સરકારની વિવિધ યોજનાઓની ઊંડાણ પૂર્વક માહિતી આપી મહિલાઓ પર થતા અત્યાચાર અંગે જાણકારી આપી લડત આપવા માટે સજાગ કર્યા હતા. સદર કાર્યક્રમમાં મહિલાઓમાં વિવિધ સેવાકીય કર્યો કરી સમાજમાં જાગૃતિ લાવનાર તેમજ સમાજના વિકાસ માટે કામ કરનારા સમાજ સેવકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આમ સમગ્ર પ્રોગ્રામ સફળ રહેતા કોલેજના આચાર્ય ડૉ. પૂનમ બી. ચૌહાણે ભારત સરકરના નેશનલ કમિશનર વિભાગના મહિલા સભ્ય ડેલીના ખોંગડુપ તેમજ ઉપસ્થિત અન્ય મહેમાનો, સ્ટાફગણ તથા મહિલાઓનો આભાર વ્યક્ત કરી મહિલાઓ પોતાના જીવનની દરેક પરીસ્તીથી માં જાગૃત બને તેવું આહ્વાન આપ્યું હતું।
Average Rating