વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ના વિદ્યાર્થીઓ ઝળક્યા।

લાયન્સ ક્લબ દ્વારા પિસ પોસ્ટર મેકિંગ પ્રતિયોગિતા નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાપી ની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ના વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. અને આ પ્રતિયોગિતા માં ધોરણ છ ની વિદ્યાર્થીની અનાયરા અવસ્થી અને ધોરણ સાતનો વિદ્યાર્થી સાઈબાપુ સુરવાડે એ ભાગ લઇ ગૃપ એક અને બે માં સેકન્ડ રનર્સ અપ ટ્રોફી પ્રાપ્ત કરી શાળા ને ગૌરવ અપાવ્યું છે શાળા ના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળા પરિવાર વતી વિજેતા વિદ્યાર્થીઓ અને તેમની માર્ગદર્શક શિક્ષકો ની ટીમને મેળવેલ સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા।
Average Rating