નારગોલ વિસ્તારમાં હરિ રેસીડેન્સી નામક બિલ્ડિંગ આવેલી છે. સદર બિલ્ડિંગના તમામ ફ્લેટના શૌચાલયનું મળ સાથે ગંદુ પાણી તેમજ ફ્લેટનો કચરો અયોગ્ય રીતે નિકાલ કરે છે।

નારગોલ વિસ્તારમાં હરિ રેસીડેન્સી નામક બિલ્ડિંગ આવેલી છે. સદર બિલ્ડિંગના તમામ ફ્લેટના શૌચાલયનું મળ સાથે ગંદુ પાણી તેમજ ફ્લેટનો કચરો અયોગ્ય રીતે નિકાલ કરે છે।
Views: 146
1 0

Read Time:2 Minute, 6 Second

નારગોલ વિસ્તારમાં હરિ રેસીડેન્સી નામક બિલ્ડિંગ આવેલી છે. સદર બિલ્ડિંગના તમામ ફ્લેટના શૌચાલયનું મળ સાથે ગંદુ પાણી તેમજ ફ્લેટનો કચરો અયોગ્ય રીતે નિકાલ કરે છે। બિલ્ડિંગની મુખ્ય ખારકૂવા સાથે જોડાયેલી પાઇપલાઇન ક્ષતિગ્રત થવાથી ગંદુ પાણી બિલ્ડિંગની નીચે પાર્કિંગમાં ફેલાઈને વહી રહ્યું હતું જેના કારણે દુર્ગંધ સાથે ગંદકીનો માહોલ સર્જાતા પાડોશમાં રહેતા પારસી પીરઝાદ જીનવાલાએ ફરિયાદ કરી પંચાયતનું ધ્યાન દોરતા આ બાબતે બિલ્ડર શ્રી મુકેશભાઈ ભાનુશાલીને પંચાયત દ્વારા નોટિસ ફટકારી હતી ત્યારબાદ બિલ્ડરે પાઇપ રિપેર કર્યાનું જણાવ્યું હતું પરંતુ ગંદુ પાણીની પાઇપ સોપપિટ ટેન્કમાં જોડવાના બદલે બિલ્ડરે પાઇપ બિલ્ડિંગની જમીનને અડીને આવેલ પંચાયતના તળાવમાં લંબાવી મળ સાથેનું ગંદુ પાણી તળાવમાં છોડવાની બાબત નારગોલ પંચાયત સરપંચ સ્વીટી યતીન ભંડારી તથા તલાટી કમ મંત્રી પ્રદીપભાઈ કેવટને ધ્યાને આવતા સાક્ષીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી તાત્કાલિક ગંદુ પાણી JCB થી બંધ કરાવી જાહેર આરોગ્યને જોખમ ઉભુ કરનાર બિલ્ડર મુકેશભાઈ ભાનુશાલી તથા જવાબદારો સામે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, જાહેર આરોગ્ય અધિકારી, મરીન પોલીસ સમક્ષ લેખીત ફરિયાદ કરી છે. પંચાયતે બિલ્ડર સમક્ષ મોટો દંડ વસૂલી કરવા તથા RERA (રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી) માં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like