શ્રી એલ જ઼ી.હરિયા મલ્ટીપર્પઝ સ્કૂલમાં 39 મો વાર્ષિકોત્સવ તાજેતરમાં 20 ડિસેમ્બર, 2025 ના રોજ શાળાના મેદાનમાં ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો।

શ્રી એલ જ઼ી.હરિયા મલ્ટીપર્પઝ સ્કૂલમાં 39 મો વાર્ષિકોત્સવ તાજેતરમાં 20 ડિસેમ્બર, 2025 ના રોજ શાળાના મેદાનમાં ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો।
Views: 278
1 0

Read Time:2 Minute, 56 Second

આવર્ષ ના કાર્યક્રમની થીમ “TIMELESS TALES “ હતી. વાર્ષિકોત્સવના મુખ્ય મહેમાન તરીકે શ્રી હેમેન્દ્ર કે. શાહ જેઓ, president, spectro Coating Crop. Leominster -USA છે અને સન્માનિત અતિથિ તરીકે ઉપસ્થિત ડોક્ટર મૃદુલ પટેલ Consultant Oncosurgeon છે. અને તેઓ શ્રી એલજી હરિયા સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. શ્રી કૌશિક હરિયા એજ્યુકેશનલ ફાઉન્ડેશનના ચેરમેન શ્રી એ.કે શાહ , મેનેજિંગ ટ્રસ્ટી શ્રી. બિમલ હરિઆ, ટ્રસ્ટીઝ અને સ્કૂલ મેનેજિંગ કમિટી તથા અન્ય અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા.. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી, સ્વાગતનૃત્ય, શાળાના નાના ભૂલકાઓ દ્વારા સમુદ્રના જીવનનું દર્શાવ્યું, ધોરણ 1 ના વિદ્યાર્થીઓ દ્વારા પ્રહલાદ ની સાચી ભક્તિ દર્શાવી, ધોરણ 7 વિદ્યાર્થીઓ દ્વારા રાજા અશોકાની ઝલક આપી, શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સંગીતના વાદ્યો ની સાથે સાથે સુફીગીતો ની મહેફીલ પ્રસ્તુત થયી, ધોરણ 6 ના વિદ્યાર્થીઓ દ્વારા રામ ભક્ત હનુમાન ચાલીસા પર નૃત્ય દર્શાવવામાં આવ્યું, ધોરણ 2નાં વિદ્યાર્થીઓ દ્વારા સફળતા માટે અલ્ટીમેટમને છોડી દો એનો સંદેશ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, ધોરણ 3 ના વિદ્યાર્થીઓ દ્વારા એકલવ્યનાં જીવનના દર્શન કરાવ્યા, ધોરણ 4 દ્વારા ઓપરેશન સિંદૂર બતાવ્યું, ધોરણ 9 ના વિદ્યાર્થીઓ દ્વારા સમુદ્રમંથન કૃતિ દર્શાવવામાં આવી, ધોરણ 5 દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ આપણે કેવી રીતે અસરકારક બનાવવું એ દર્શાવ્યું, ધોરણ 8 ના વિદ્યાર્થીઓએ ચંદ્રગુપ્ત મૌર્યના જીવન પર પ્રકાશ આપ્યો અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓ દ્વારા ચાર યુગોનાં દર્શન કરાવ્યા. અમારી શાળાના વિદ્યાર્થી ઓ આંતરશાળા સ્પર્ધામાં લગભગ 150 વિદ્યાર્થી વિજેતા થયા હતા તેનું ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું,સંપૂર્ણ કાર્યક્રમમાં અતિથિઓ વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા સહયોગ જોવા મળ્યો શાળાના મેદાનમાં લગભગ 4000 લોકો એકત્રિત થયા હતા અને શાંતિપૂર્ણ વાર્ષિકોત્સવ નો આનંદ બધાએ માણ્યો હતો।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like