આજ રોજ તા.૨૬ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ વાપી મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરશ્રી યોગેશ ચૌધરી IAS ના માર્ગદર્શન હેઠળ અને નાયબ કમિશનર શ્રી આસ્થા સોલંકી તથા શ્રી અશ્વિન પાઠકની દેખરેખ હેઠળ વાપી સુલપડ વિસ્તારમાં કાર્યરત રાત્રિ આશ્રયસ્થાન (રેઈન બસેરા)ની મુલાકાત કેબીએસ કોલેજ, ચણોદ ના એન એસ એસના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી।

આજ રોજ તા.૨૬ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ વાપી મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરશ્રી યોગેશ ચૌધરી IAS ના માર્ગદર્શન હેઠળ અને  નાયબ કમિશનર શ્રી આસ્થા સોલંકી તથા શ્રી અશ્વિન પાઠકની દેખરેખ હેઠળ વાપી સુલપડ વિસ્તારમાં કાર્યરત રાત્રિ આશ્રયસ્થાન (રેઈન બસેરા)ની મુલાકાત કેબીએસ કોલેજ, ચણોદ ના એન એસ એસના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી।
Views: 312
1 0

Read Time:3 Minute, 20 Second

વાપી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલ અને સહયોગ હેલ્પિંગ હેન્ડ,વાપી દ્વારા સંચાલિત સદરહુ રાત્રિ આશ્રયસ્થાન (રેઈન બસેરા) ખાતે બેઘર વ્યક્તિઓને મફત રહેવાની વ્યવસ્થા અને સંભાળ પૂરી પાડવામાં આવે છે. જે મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ કોલેજ ના વિદ્યાર્થીઓને મનપા દ્વારા ઘર વિહોણા વ્યક્તિઓ માટે પૂરી પાડવામાં આવતી સુવિધાથી અવગત કરવાનો હતો અને સમાજના વંચિત વર્ગના સમુદાયને સામાજિક સહયોગ કરવાનો ઉદ્દેશ ઉજાગર કરવાનો હતો અને તે અંગે ની સમજ તેઓને પૂરી પાડવાનો અને સમાજ પ્રત્યે વધુ જાગૃત કરવાનો હતો આ મુલાકાત દરમિયાન,વિદ્યાર્થીઓએ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રહેવાસીઓને ઉપલબ્ધ કરાવવામાં આવતી વિવિધ સુવિધાઓનું અવલોકન કર્યું, જેમાં સવારે ગરમ નાસ્તો, બપોરે સાત્વિક ભોજન , સાંજનો નાસ્તો અને રાત્રિભોજનનો સમાવેશ થાય છે. આશ્રયસ્થાનમાં આશ્રિતોને કપડાં ધોવા માટે વોશિંગ મશીન, મનોરંજન માટે ટેલિવિઝન અને અન્ય સુવિધાઓ પણ છે જે આશ્રિતો માટે આરામ અને ગૌરવ સુનિશ્ચિત કરે છે.આ સેવાઓ ઉપરાંત, રહેવાસીઓને રોજગાર સુરક્ષિત કરવામાં અને આત્મનિર્ભર વ્યક્તિઓ તરીકે સમાજમાં ફરીથી એકીકૃત થવામાં મદદ કરવાના હેતુથી કૌશલ્ય તાલીમ અને પ્રેરક સત્રો પૂરા પાડવામાં આવે છે તેમજ સમયાંતરે તેઓની તબિયતની કાળજી લેવા માટે મેડિકલ હેલ્થ કેમ્પ પણ યોજવામાં આવે છે તથા દરરોજ સાંજે ગુજરાત યોગ બોર્ડ દ્વારા યોગા પણ કરાવવામાં આવે છે તેમજ અઠવાડિયામાં બે વખત તેઓને મેડિટેશન નો કાર્યક્રમ પણ કરાવવામાં આવે છે તથા વર્ષ દરમ્યાન આવતા તમામ તહેવારોમાં પણ તેઓને સામેલ કરી તહેવારોની ઉજવણી ખુબજ ઉત્સાહ સાથે કરવામાં આવે છે.સદરહુ મુલાકાત દરમ્યાન વાપી મનપા ના પ્રોજેક્ટ ઓફિસર રામચંદ્ર દેસાઈ, સમાજ સંગઠક વીણાબેન,સિટી મેનેજટ કૃતિકાબેન તથા કેબીએસ કોલેજના એન એસ એસ પ્રોગ્રામ કો ઓર્ડીનેટર ખુશ્બુબેન દેસાઈ હાજર રહી વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડેલ છે અને વિદ્યાર્થીઓને વાપી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલી કલ્યાણકારી પહેલોમાં મૂલ્યવાન સમજ આપી અને સમાજના વંચિત વર્ગોને ટેકો આપવા માટે નાગરિક અધિકારો અને સામાજિક સંગઠનોના સહયોગી પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like