*વાપી*, 2 જાન્યુઆરી, 2026 : “નિરંકારની ઇચ્છામાં જીવન જીવવું જ સાચી સાધના છે.” આ પ્રેરણાદાયક સંદેશ નિરંકારી સતગુરુ માતા સુદીક્ષા જી મહારાજ દ્વારા નવા વર્ષના શુભ અવસર પર આયોજિત વિશેષ સત્સંગ સમારોહમાં આપવામાં આવ્યો।

*વાપી*, 2 જાન્યુઆરી, 2026 : “નિરંકારની ઇચ્છામાં જીવન જીવવું જ સાચી સાધના છે.” આ પ્રેરણાદાયક સંદેશ નિરંકારી સતગુરુ માતા સુદીક્ષા જી મહારાજ દ્વારા નવા વર્ષના શુભ અવસર પર આયોજિત વિશેષ સત્સંગ સમારોહમાં આપવામાં આવ્યો।
Views: 283
1 0

Read Time:4 Minute, 18 Second

*નવા વર્ષના સંદર્ભમાં નિરંકારી સતગુરુનો ખુશીઓ અને આશીર્વાદ ભરેલો પાવન સંદેશ**” નિરંકાર ની ઇચ્છામાં જીવન જીવવું જ સાચી સાધના “**-* નિરંકારી સતગુરુ માતા સુદીક્ષા જી મહારાજ*વાપી*, 2 જાન્યુઆરી, 2026 : “નિરંકારની ઇચ્છામાં જીવન જીવવું જ સાચી સાધના છે.” આ પ્રેરણાદાયક સંદેશ નિરંકારી સતગુરુ માતા સુદીક્ષા જી મહારાજ દ્વારા નવા વર્ષના શુભ અવસર પર આયોજિત વિશેષ સત્સંગ સમારોહમાં આપવામાં આવ્યો। દક્ષિણ ગુજરાતના પ્રભારી શ્રી ઓકાંર સિંહ જી જાણકારી આપતા જણાવ્યું કે, નવાવર્ષ ના પ્રથમ દિવસે સતગુરુ માતાજી અને નિરંકારી રાજપિતાજીના પાવન સાનિધ્યમાં દિલ્હી સ્થિત 8 નંબર મેદાન, બુરાડી ખાતે નવા વરસ ના પ્રારંભ અવસર પર વિસાળ સત્સંગ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જ્યાં તેમના દિવ્ય દર્શન અને પ્રેરણાદાયી પ્રવચન દ્વારા આંતરિક શાંતિ અને આધ્યાત્મિક ઊર્જાનો સુખદ આનંદ અનુભવાયો હતો.સતગુરુ માતાજીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે નવા વર્ષનો પ્રથમ દિવસ આપણને સંતોના વચનો સાંભળી અને તેને આપણા જીવનમાં સ્વીકારવાનો અનમોલ અવસર આપે છે. જ્યાં સંસાર વર્ષની શરૂઆત મોજ-મસ્તીથી કરે છે, ત્યાં સંતો સત્ય અને સત્સંગનો માર્ગ પસંદ કરે છે. સત્સંગ થી શરૂ થયેલું જીવન દરેક ક્ષણે નિરંકારનો અનુભવ મજબૂત બનાવે છે.તાર્કિક રીતે નવું વર્ષ ફક્ત ધરતી નો સૂર્યની આસપાસ એક ચક્કર અને ઋતુઓના પરિવર્તન છે. એજ રીતે આપણે શુભેચ્છાઓ આપીએ છીએ અને નવા સંકલ્પો કરીએ છીએ, પરંતુ સાચો પરિવર્તન ત્યારે જ સાર્થક બને છે જ્યારે તે અંદરથી આવે છે. સંતો આત્મનિરીક્ષણ દ્વારા જીવન મા સકારાત્મક પરિવર્તન લાવે છે અને નિરંકારને સર્વોચ્ચ તરીકે ઓળખીને, તેમના જીવનમાં સેવા, સુમિરણ અને સત્સંગને પ્રાથમિકતા આપે છે. સતગુરુ માતાજીએ જણાવ્યું કે ભક્તની ઇચ્છા એ છે કે દરેક નવું વર્ષ તેમને પહેલા કરતાં વધુ સેવા, સુમિરણ અને સત્સંગ સાથે જોડે, સાથે સાથે તેમની સંસારિક જવાબદારીઓ પણ પુરી નિષ્ઠા થી નિભાવે, જ્યારે જીવન પોતે એક સંદેશ બની જાય છે અને કર્મ શબ્દો કરતાં વધારે બોલે, ત્યારે જ સાચી સાધનાનો સ્વરૂપ પ્રગટ થાય છે. આ જ ક્ષણમાં પુરી ચેતન અવસ્થા સાથે, નિરંકારના એહસાસમાં જીવવું જ વાસ્તવિક જીવન છે, કારણ કે ભૂતકાળ અને ભવિષ્યકાળ ફક્ત માયાનું રૂપ છે. જ્યારે મનને વિશ્વાસ દૃઢ થાય કે કાલે પણ દાતારની ઇચ્છા હતી, અને આજે પણ તેમની કૃપા છે, ત્યારે ચિંતાઓ આપ મેળે સમાપ્ત થઈ જાય છે, અને જીવન સરળ અને સંતુલિત બને છે.નવું વર્ષ ફક્ત તારીખ બદલવાનું નથી, પરંતુ પ્રેમ, મીઠાસ, સૌમ્યતા અને સમજણને સ્વીકારવાની તક છે. નફરત અને દુશ્મનાવટથી દૂર રહીને, બીજાઓની લાગણીઓને સમજવા અને ખામીઓને ઢાંકીને સદ્ગુણોને સ્વીકારવામાં સાચી ભક્તિ છે. દરેક શ્વાસ સુમિરણ થાય, દરેક ક્ષણમાં નિરંકાર નો વાસ રહે – આ જ નવા વર્ષનો સાચો અર્થ અને સંદેશ છે. નવા વર્ષ નિમિત્તે, સતગુરુ માતાજીએ અંતમાં બધા શ્રધ્ધાળુઓ માટે સુખ, સમૃદ્ધિ અને આનંદમય જીવનની શુભકામનાઓ પાઠવી।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like