આર. કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ અને સ્કૂલ વાપીમાં તારીખ 3/2/2026 ના દિને ‘બ્લડ ડોનેશન કેમ્પ’નો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો।

આર. કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ અને સ્કૂલ વાપીમાં તારીખ 3/2/2026 ના દિને ‘બ્લડ ડોનેશન કેમ્પ’નો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો।
Views: 143
1 0

Read Time:2 Minute, 53 Second

આર. કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ અને સ્કૂલ વાપીમાં ‘બ્લડ ડોનેશન કેમ્પ’નો કાર્યક્રમ યોજાયો।આર. કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ અને સ્કૂલ વાપીમાં તારીખ 3/2/2026ના દિને ‘બ્લડ ડોનેશન કેમ્પ’નો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. પ્રતિવર્ષની માફક સંસ્થાના પ્રેરણાસ્ત્રોત એવા સ્વ.શ્રી રમણલાલ કુંવરજી દેસાઈ અને સંસ્થાના ચેરમેનશ્રી મીલન દેસાઈના જન્મદિન નિમિત્તે સમાજને ઉપયોગી થવાના હેતુસર આ શુભ વિચારધારા લોકો સુધી પહોંચે એ માટે ‘બ્લડ ડોનેશન કેમ્પ’નું આયોજન કરવામાં આવેલ હતું. ‘રક્તદાનથી એક નવજીવન’ અને ‘રક્તદાન એ મહાદાન’આ વિચારધારાને પ્રત્યક્ષ રીતે કાર્યાન્વિત કરી અમારી સંસ્થા દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓમાં તેમજ લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં વાપી શહેરના અગ્રણી સમાજસેવકો, ઉદ્યોગ સાહસિકો તેમજ આમંત્રિત મહેમાનો જેમકે Shri Amitbhai Chavda ( MLA and President, Gujarat Congress), ⁠Shri Tusharbhai Chaudhary (Ex Indian Minister and Assembly Opposition Leader), Shri Sri Niwas B.V. ( Secretary AICC and Former All India Youth President), Shri Hosangbhai Mirza ( Congress Leader), ⁠Shri Kishanbhai Patel ( Ex MP ), VIA President Shri Satishbhai Patel સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યકમમાં પધારેલ આ તમામ ઉચ્ચ પદાધિકારીશ્રીઓ અને મહેમાનશ્રીઓનું સ્વાગત સંસ્થાના ચેરમેનશ્રી મીલન દેસાઈએ સાલ અને પુષ્પગુચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો અને વાપી સ્થિત નાગરિકો દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ 52 બોટલોનું રક્તદાન પ્રાપ્ત થયું હતું .આ તમામ રક્તદાતાઓનું સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈએ અભિવાદન કર્યું હતું . કાર્યક્રમનું સંચાલન ડૉ. પ્રિન્સિ ઠાકુર દ્વારા કરવામાં આવ્યું હતું.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના વિવિધ ફેકલ્ટીસના આચાર્યશ્રીઓ ,અધ્યાપકો અને વિદ્યાર્થીઓની સહભાગિતા સાંપડી હતી તે બદલ સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈ તથા કેમ્પસ ડાયરેક્ટર ડૉ. મિત્તલ શાહએ સૌને અભિનંદન પાઠવ્યા હતા ।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like