જળ સંરક્ષણની દિશામાં નિરંકારી મિશનનું સશક્ત પગલું ‘પ્રોજેક્ટ અમૃત’નો ચોથો તબક્કો।

જળ સંરક્ષણની દિશામાં નિરંકારી મિશનનું સશક્ત પગલું ‘પ્રોજેક્ટ અમૃત’નો ચોથો તબક્કો।
Views: 131
1 0

Read Time:4 Minute, 39 Second

સુરત ઝોનમાં ૭ સેક્ટરમાં ૩૯ જગ્યા પર આયોજન*વાપી, ૧૯ ફેબ્રુઆરી, ૨૦૨૬: સેવા જ્યારે સાધના બને અને પ્રકૃતિ પ્રત્યે સંવેદના જીવનનું મૂળ મંત્ર બને, ત્યારે પવિત્ર સંકલ્પો જન્મ લે છે. માનવ સેવા અને લોક કલ્યાણની આ જ દિવ્ય ચેતનાને સાકાર કરવા માટે સંત નિરંકારી મિશન દ્વારા ‘પ્રોજેક્ટ અમૃત’ હેઠળ ‘સ્વચ્છ જળ, સ્વચ્છ મન’ અભિયાનના ચોથા તબક્કાનો ભવ્ય શુભારંભ રવિવાર, ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૬ પ્રાતઃ ૮ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધી પરમ શ્રદ્ધેય સતગુરુ માતા સુદીક્ષા જી મહારાજના નિર્દેશાનુસાર સમગ્ર ભારતમાં ભવ્ય રીતે આયોજિત કરવામાં આવી રહ્યો છે. સુરત ઝોનમાં સુરત, વલસાડ, કપરાડા, ઉમરગામ, વાપી, નૌગામા અને સેલવાસ માં કુલ ૭ સેક્ટરમાં ૩૯ જગ્યા પર જળસ્ત્રોતોની સફાઈનું અભિયાન આ પ્રોજેકટ અંતર્ગત ચલાવવામાં આવી રહ્યું છે.સંત નિરંકારી મંડળના સચિવ આદરણીય શ્રી જોગિંદર સુખીજા જીએ માહિતી આપતાં જણાવ્યું કે આ વિશાળ અભિયાન દેશભરમાં ૧૫૦૦થી વધુ સ્થળોએ એકસાથે આયોજિત થશે. આ વ્યાપક વિસ્તારને કારણે આ પ્રયાસ ઐતિહાસિક સ્વરૂપ ધારણ કરશે, જે જળ સંરક્ષણ તથા સ્વચ્છતાના સંદેશને સમાજના દરેક વર્ગ સુધી અસરકારક રીતે પહોંચાડશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ સમાજને આ અનુભૂતિ કરાવવાનો છે કે જળ માત્ર સંસાધન નથી, પરંતુ જીવનનો આધાર અને ઈશ્વરની અમૂલ્ય દેન છે, જેની રક્ષા કરવી દરેક માનવનો નૈતિક કર્તવ્ય છે. સંત નિરંકારી મિશને બાબા હરદેવ સિંહ જીની પ્રેરણાદાયી શિક્ષાઓને આત્મસાત કરીને વર્ષ ૨૦૨૩માં સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકારના સહયોગથી ‘પ્રોજેક્ટ અમૃત’નો પ્રારંભ કર્યો હતો. આ પવિત્ર પહેલ જળ સંરક્ષણને કોઈ એક દિવસ કે અભિયાન સુધી મર્યાદિત ન રાખીને તેને જીવનશૈલી, સંસ્કાર અને સેવાભાવના સ્વરૂપે અભિવ્યક્ત કરવાની પ્રેરણા આપે છે, જ્યાં સ્વચ્છ જળથી સ્વચ્છ મન અને સ્વચ્છ સમાજનું નિર્માણ શક્ય બનેશે. નદીઓ, તળાવો, કૂવા તથા ઝરણાં જેવા કુદરતી જળ સ્ત્રોતોના સંરક્ષણ અને સંવર્ધન માટે સમર્પિત આ જનઆંદોલને પોતાના પ્રથમ ત્રણ તબક્કાઓમાં સેવા, સમર્પણ અને સહભાગિતાનું અદભૂત ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. આ જ સિદ્ધિઓથી પ્રેરિત થઈને આ તબક્કાને વધુ વિસ્તૃત, સંગઠિત અને દૂરદર્શી દૃષ્ટિકોણ સાથે અમલમાં મૂકવામાં આવી રહ્યો છે જેથી સમાજના દરેક વર્ગમાં પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ અને સહભાગિતાની સુદૃઢ ચેતનાનો વિસ્તાર થઈ શકે. ગીતોની મધુર રજૂઆતો, સામૂહિક ગાન, જાગૃતિ સંગોષ્ઠીઓ તથા સોશિયલ મીડિયા અભિયાનો દ્વારા જળજન્ય રોગો તથા સ્વચ્છતાના મહત્વ અંગે જનચેતનાને પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. આ પહેલ એ સ્મરણ કરાવે છે કે જ્યારે મન નિર્મળ હોય ત્યારે જ પ્રકૃતિ પણ સ્વચ્છ હોય છે, અને જ્યારે સેવામાં સમર્પણ જોડાય છે ત્યારે સમાજનું નવનિર્માણ થાય છે. સતગુરુ માતા જીનો સંદેશ હંમેશાં આ જ રહ્યો છે કે આપણે આ ધરતીને આવનારી પેઢીઓ માટે પહેલાં કરતાં વધુ સુંદર, સ્વચ્છ અને સંતુલિત રૂપમાં સંભાળી રાખીએ. ‘સ્વચ્છ જળ, સ્વચ્છ મન’ અભિયાન તે જ પવિત્ર સંકલ્પનું જીવંત પ્રતીક છે, જે માનવને પ્રકૃતિ, સમાજ અને આત્મા સાથે જોડીને કરુણા, સંતુલન અને સૌહાર્દથી પરિપૂર્ણ ભવિષ્ય તરફ માર્ગદર્શન કરે છે।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like