સલવાવની, શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં નવરાત્રીની વિવિધ સ્પર્ધાઓ દ્વારા ઉત્સાહભેર ઉજવણી।

Views: 366
1 0

Read Time:3 Minute, 40 Second

સલવાવની, શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં નવરાત્રીની વિવિધ સ્પર્ધાઓ દ્વારા ઉત્સાહભેર ઉજવણીવાપી.૦૧/૧૦/૨૦૨૨ શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવ- વાપીમાં તારીખ- ૦૧/૧૦/૨૦૨૨ શનિવારના રોજ કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને આનંદસાથે નવરાત્રીની ઉજવણી કરી.જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ટ્રેડીશનલ ડ્રેસમાં ઢોલ ના તાલે માતાજીના ગરબે ઘૂમ્યા હતા. અને વિવિધ સ્પર્ધાઓ જેવી કે બેસ્ટ ટ્રેડીશનલ ડ્રેસ, બેસ્ટ સ્ટેપ અને એક્શન નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર સ્પર્ધાનું સંચાલન આસીસ્ટન્ટ પ્રોફેસર શેતલ બી. દેસાઈ, આસીસ્ટન્ટ પ્રોફેસર ઊર્મિ પ્રજાપતિ, શ્રીમતી નેહા વડગામા અને શ્રીમતી. જ્યોતિ યુ. પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ ભારતીય સંસ્કૃતિ વિશે સમજ અને જ્ઞાન આપવાનું અને તહેવારોનું મહત્વ શું છે? અને તે શા માટે ઉજવવામાં આવે છે તે વિશે વિદ્યાર્થીઓને માહિતી આપવાની હતી. આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે શ્રીમતી જયશ્રી ભાનુશાલી, શ્રીમતી બ્રીજલ પટેલ, શ્રીમતી મેઘા અઝાવા રહ્યા હતા. જેમાં બેસ્ટ ડ્રેસ સ્પર્ધામાં વિદ્યાર્થીનીઓમાં વણજારા જીનલ પ્રથમ ક્રમે, ગાંધી નીશા બીજા ક્રમે, શ્રધ્ધા પટેલ ત્રીજા ક્રમે રહ્યા હતા. તેમજ વિદ્યાર્થી ભાઈઓમાં પ્રથમ ક્રમે તુષાર ઠાકરે, બીજા ક્રમે પ્રનબ પાધે તેમજ ત્રીજા ક્રમે સ્મિત છાજડ રહ્યા હતા. બેસ્ટ સ્ટેપ અને એક્શન માં પ્રથમ ક્રમે પટેલ ભક્તિ, બીજા ક્રમે જીનલ બરોડિયા, ત્રીજા ક્રમે ઉન્નતી બરોડિયા તેમજ ક્રિષ્ના પોસીયા વિજેતા રહ્યા હતા આ સ્પર્ધામાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને ટ્રસ્ટી શ્રી. બાબુભાઈ સોડવડીયા દ્વારા પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમના અંતે કોલેજના આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડેએ દરેક ખેલૈયાને પ્રોત્સાહિત કરી આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમ બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધ્યસ્થાપક પરમ પૂજ્ય. સ્વામી પૂરાણી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પુરાણી કપિલ જીવનદાસજી, પરમ પૂજ્ય રામસ્વામીજી, ટ્રસ્ટી શ્રી. બાબુભાઈ સોડવડીયા, ટ્રસ્ટીગણ, કેમ્પસ એકેડેમિક ડીરેક્ટર ડો. શૈલેશ લુહાર, કેમ્પસ ડીરેક્ટર શ્રી. હિતેન ઉપાધ્યાય, આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે અને તમામ સ્ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like