આર.કે.દેસાઈ કોલેજ, વાપીનું ગૌરવ આર.કે.દેસાઈ કોલેજ, વાપીના વિદ્યાર્થીઓ “RIVERA” – KBS College, Vapi દ્વારા આયોજિત આંતર કૉલેજ વિવિધ પ્રકારની સ્પર્ધાઓમાં ભાગ લઈ વિજેતા પામી કોલેજનું નામ રોશન કર્યું છે।

Views: 445
1 0

Read Time:3 Minute, 11 Second

આર.કે.દેસાઈ કોલેજ, વાપીનું ગૌરવ*આર.કે.દેસાઈ કોલેજ, વાપીના વિદ્યાર્થીઓ “RIVERA” – KBS College, Vapi દ્વારા આયોજિત આંતર કૉલેજ વિવિધ પ્રકારની સ્પર્ધાઓમાં ભાગ લઈ વિજેતા પામી કોલેજનું નામ રોશન કર્યું છે.વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી,સુરત દ્વારા હાલમાં જ વિવિધ આંતર કૉલેજ સ્પર્ધાઓ યોજાઈ હતી.જેમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવ દ્વારા આયોજિત આંતર કોલેજ સ્પર્ધાઓ KBS college, Vapi ખાતે યોજાઇ હતી . પ્રસ્તુત સ્પર્ધામાં વિવિધ પ્રકારના ક્ષમતાઓ ધરાવતા વિવિધ કોલેજૉના સ્પર્ધકોએ ભાગ લઈ પોતાની ક્ષમતાઓ પ્રદર્શિત કરી હતી. Express yourself (Elocution) સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં અમારી સંસ્થામાં SYBBAમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની આરતી ભાનુશાલી બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે, “Handicraft” સ્પર્ધામાં પ્રથમ ક્રમે પ્રિયા સિંગ (SY BBA )તેમજ ત્રીજા ક્રમે વર્મા સોનુ (TY.B.Com – EM), “AD MAD SHOW” સ્પર્ધામાં બીજા ક્રમે 6 વિદ્યાર્થીઓ આવે છે જે આ પ્રમાણે છે કાકડે રૂપાલી, આર્યન સિંગ,પ્રીતિ ગુપ્તા , જયેશ ચૌહાણ, પાંડેય અનિકેત (TY B.COM EM) તેમજ “Bi Programming” સ્પર્ધામાં ત્રીજા ક્રમે આરફટ અને આશિષ (BCA). આ તમામ વિદ્યાર્થીઓ પોતપોતાનામાં સુપાયેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવી સંસ્થાને ગૌરવ અપાવ્યું છે. જેથી તેઓ આંતર યુનિવર્સિટી સ્તરે પણ સિદ્ધિ મેળવે એ માટે આર.કે.દેસાઈ પરિવાર તરફથી શુભેચ્છાઓ પાઠવી હતી. તેઓની આ સિદ્ધિ માટે કૉલેજના ઇન્ચાર્જ આચાર્ય ડો. મિત્તલ શાહ (BCA) , અધ્યાપિકા પ્રિન્સી ઠાકુર (HOD BBA) તેમજ અધ્યાપિકા સોફિયા મોસેસ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની સર્જનાત્મક શૈલીના ક્ષેત્રે ઊંચા સ્તરે પોહચાડવા એમનું પ્રોત્સાહન અને સ્પર્ધાઓમાં વિવિધ ક્ષમતાઓ વધારવા તેમજ ટ્રેનિંગમાં મોટો ફાળો રહ્યો છે. તમામ વિદ્યાર્થીઓએ મેળવેલ આ સિદ્ધિ બદલ તેમજ તેમના માર્ગદર્શકશ્રીની મેહનત માટે કૉલેજના ચેરમેનશ્રી મિલન દેસાઈ તેમજ કોમર્સ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય તેમજ કેમ્પસ ડાયરેક્ટર ડૉ. શીતલ ગાંધી સાહેબે શુભેચ્છાઓ પાઠવી હતી।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like