દિનાંક- ૧૨-૦૨-૨૦૨૩ *લેસ્ટરમાં માછી સમાજે સ્વજાતીયોને યૂકે લંડનના વિકાસમા હમરાહ બનવા આપેલો મંત્ર।

Views: 542
1 0

Read Time:5 Minute, 9 Second

દિનાંક- ૧૨-૦૨-૨૦૨૩ *લેસ્ટરમાં માછી સમાજે સ્વજાતીયોને યૂકે લંડનના વિકાસમા હમરાહ બનવા આપેલો મંત્ર* * _શ્રીદમણિયા માછી મહાજન, લેસ્ટરનાં હૉલમાં યોજેલ સેમિનારમાં સરકારી ડિપાર્ટમેન્ટો અને લેસ્ટર સિટી કૌંસિલનાં કૌંસિલર, એનજીઓ સ્ટૉલ લગાવી માછી સમાજના_ _લોકો, યુવાનોને આપી મહત્વનાં જાણકારીયો_ * _એવા સમાજ હિતૈષી સેમિનારો દર ૬ મહીને આયોજિત હોવું જોઈએ :_ _એનઆરઆઈ ગ્રુપ લંડન-યુકેના કન્વીનર કેશવ બટાક_ *લેસ્ટર* . શ્રીદમણિયા માછી મહાજન કોમ્યુનિટી યૂકેએ લેસ્ટર-લંડન-યૂકેમાં વસતા માછી સમાજનાં લોકોને ખાસ કરીને માછી યુવાનોને આદર્શ અને જાગૃત નાગરિક બની લંડન-યુકેનાં વિકાસમાં હમરાહ બનવાનો મંત્ર આપ્યો છે. ૧૧ ફેબ્રુઆરીએ શ્રીદમણિયા માછી મહાજન, લેસ્ટર દ્વારા શ્રીદમણિયા માછી મહાજનાં હૉલમાં સાંઝે ૫ થી રાત્રે ૮ વાગે સુધી યોજાયેલ સેમિનારમાં શ્રીદમણિયા માછી મહાજન, લેસ્ટરનાં કર્ણધારોએ લેસ્ટર-લંડન-યૂકેમાં રહેતાં માછી સમાજનાં લોકો ખાસકરીને યુવાનો અને યુવતીઓને લેસ્ટર- લંડન-યૂકેમાં નાગરિક તરીકે મળતો હક અધિકારો, કર્તવ્યો અને વૈધાનિક સુવિધાઓ વિશે સમઝાવવા અને બતાવવામાં આવ્યો. શ્રીદમણિયા માછી મહાજન, લેસ્ટર દ્વારા પ્રથમ વખતે યોજાયેલ સેમિનારમાં લેસ્ટર પોલીસ, એજ્યુકેશન જેવાં સરકારી ડિપાર્ટમેન્ટો અને સેવાભાવી એનજીઓનાં ૮ સ્ટૉલો લગાવીને ત્યાં આવેલા માછી સમાજ, સેન સમાજનાં સ્ત્રીઓ, પુરૂષો, વડિલો અને યુવાનોને મહત્વની વાતો સમઝાવવામા આવ્યો.જેમ કે પોલીસ ફરિયાદ કેવી રીતે કરીયે. કેવી રીતે પોલીસની મદદ કરવી અને લેવી જોઇએ. પોલીસ ઑફિસર અને પોલીસ સ્ટાફ કેવી રીતે બની શકાય. હિંસા, રમખાણ જેવી ગંભીર પરિસ્થિતિયોમાં કેવી રીતે પોલીસની હેલ્પ લેવી અને કરી શકાય. પોલીસમા પેન્ડિંગ કેસો વિશે પણ પોલીસ સ્ટાફે માર્ગદર્શન આપ્યું હતું. હાયર એજયુકેશન અને એજ્યુકેશનથી લાગતી વાતો પણ બતાવવામાં આવેલો. લેસ્ટર સિટી કૌંસિલના કૌંસિલર અને કૌંસિલના સ્ટાફે હાઉસિંગ, ઘણી બેનિફિટ્સ,ઇંગ્લિશ સ્પીકિંગ રિટેન ક્લાસ સહિત બાવતો પર સારો માર્ગદર્શન આપ્યો હતો. એ સિવાય સરકારી પેંશન, વિવિધ સ્કીમો અને ગવર્નમેન્ટથી મળતાં લાભો અંગે વિસ્તારથી સમઝાવવામાં આવ્યો હતો. શ્રીદમણિયા માછી મહાજન, લેસ્ટરે લેસ્ટરથી દૂર સેન્ટ્રલ લંડનમાં રહેતા એનઆરઆઈ ગ્રુપ લંડન-યુકેના કન્વીનર કેશવ બટાકને સેમિનારમાં ખાસ આમંત્રણ આપીને બોલાવવામાં આવ્યા હતાં. કેશવ બટાકે સેમિનારમાં પહોંચીને ત્યાં માછી સમાજનાં હિતમાં સારી કામગીરી જોઈ પ્રસન્નતા વ્યક્ત કરી શાનદાર આયોજન માટે શ્રીદમણિયા માછી મહાજન, લેસ્ટરનાં હોદેદારો અને ટીમની ભરપૂર પ્રશંસા કરી હતી. કેશવ બટાકે કહ્યું કે એવા સમાજ હિતૈષી સેમિનારો દર ૬ મહીને આયોજિત કરવાની કોશિશ કરવી જોઈએ. માછી સમાજ જેટલો જાગૃત અને સમર્થ રહેશે તેટલી મજબૂતાઈથી ચુનૌતિયોનાં સામનો કરી શકશે. ઉલ્લેખનીય છે કે દમણ-દીવના માછી સમાજનાં હજારો લોકો લેસ્ટર- લંડન-યૂકેમાં જૉબ અને વ્યવસાય માટે સ્થાઈ થયા છે. દમણ-દીવનાં માછી સમાજનાં લોકો લેસ્ટર-લંડન-યૂકેમાં કામ-ધંધા અને રહેવાનાં સાથે પોતાની સંસ્કૃતિ, રીત-રિવાજો, વ્રત-ત્યૌહારો ઉજવી સ્વાભિમાનથી રહે છે. ૧૧ ફેબ્રુઆરીનાં સેમિનારમાં શ્રીદમણિયા માછી મહાજન, લેસ્ટરનાં પ્રમુખ જયંતિભાઈ ભાઠેલા, પ્રમોદભાઈ ટંડેલ, પ્રેમાભાઈ સાગર, સંજીવભાઈ, મોહનભાઇ, જીતૂભાઇ, અશોકભાઈ ટંડેલ, ભરતભાઈ ટંડેલ સહિતના માછી સમાજનાં અગ્રણીઓ, ભાઈયો-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. લી. SDMM, મેનેજમેન્ટ, લેસ્ટર.

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like