સલવાવની, શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજના બી. ફાર્મસીના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓનું NIPER JEE – ૨૦૨૨ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ ।
સલવાવની, શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજના બી. ફાર્મસીના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓનું NIPER JEE – ૨૦૨૨ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ તારીખ:૨૨/૦૬/૨૦૨૨ National Institute of Pharmaceutical Education and Research Joint Entrance Exam 2022 (NIPER JEE-2022) ઓલ ઇન્ડિયા લેવલની પરીક્ષા ૧૨ જુન ૨૦૨૨ માં લેવાય હતી જેનું પરિણામ તારીખ:૨૧/૦૬/૨૦૨૨ ના રોજ જાહેર કરાયું હતું. એમાં શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવના ૨ વિદ્યાર્થીઓએ NIPER JEE – ૨૦૨૨ પરીક્ષા પાસ કરી. જેમાં બી. ફાર્મસીના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં સાક્ષી મધુસુદન મંત્રી (ઓલ ઇન્ડિયા રેન્ક: ૮૫), કટારમલ હર્ષકુમાર રાજેશભાઈ (ઓલ ઇન્ડિયા રેન્ક:૩૦૬), NIPER JEE – ૨૦૨૨ પરીક્ષા પાસ કરી, આવા ઉત્કૃષ્ટ પરિણામથી શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવ તથા સમગ્ર વલસાડ જીલ્લાનું નામ રોશન કર્યું છે. વિદ્યાર્થીઓની આવી જ્વલંત સફળતા પાછળ કોલેજના શૈક્ષણિક સ્ટાફનો પરોક્ષ અથાગ પરિશ્રમ રહ્યો હતો. આ બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપક પરમ પુજ્ય સ્વામી પુરાણી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પુજ્ય પુરાણી સ્વામી કપિલજીવનદાસજી, પુજ્ય રામ સ્વામીજી, સંસ્થાના ટ્રસ્ટી શ્રી. બાબુભાઈ સોડવડીયા તથા અન્ય ટ્રસ્ટીશ્રીઓ, એકેડેમિક કેમ્પસ ડીરેક્ટર ડૉ. શૈલેષ વી. લુહાર, કેમ્પસ ડીરેક્ટર શ્રી. હિતેન બી. ઉપાધ્યાય, આચાર્ય ડૉ. સચિન બી. નારખેડે તેમજ સ્ટાફે ગૌરવની લાગણી વ્યક્ત કરી આ બંને વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા, તથા ભવિષ્યમાં પણ આવી જ પ્રગતિ કરો તેવી શુભેચ્છા પાઠવી હતી.।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating