વાપીની શ્રી એલ.જી.હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલમાં ગ્રાન્ડ પેરેંટસ ડે ની ઉજવણી કરવામાં આવી।
વાપીની શ્રી એલ.જી.હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલમાં ગ્રાન્ડ પેરેંટસ ડે ની ઉજવણી કરવામાં આવી।માતા-પિતાના ચરણોમાં સ્વર્ગ હોય છે તો દાદા-દાદી ના ચરણોમાં ચાર ધામ હોય છે.બાળકોના જીવનમાં એમનું મૂલ્ય જળવાય એ માટે વાપીની શ્રી એલ.જી.હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલમાં પ્રિ- પ્રાયમરી વિભાગ દ્વારા ગ્રાન્ડ પેરેંટસ ડે ની ઉજવણી કરવામાં આવી.જેમાં દાદા-દાદી ,નાના-નાની પોતાના પૌત્ર-પૌત્રી સાથે શાળામાં આ કાર્યક્રમની ઉજવણી ના ભાગ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત આચાર્યા શ્રીમતી બીની પૌલ તથા એચ.આર.અને એડ્મીન હેડ શ્રી વિજય રાઉંન્ડલ દ્વારા દિપ પ્રાગટ્ય કરી કરવામાંઆવી.. ત્યારબાદ નાના ભૂલકાંઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક ક્રૂતિઓ રજૂ કરવામાં આવી. જેને નિહાળી સૌ મંત્રમુગ્ધ થઈ ગયા. ત્યારબાદ દાદા- દાદી માટે વિવિધ રમતોનુ જેવીકે સંગીત ખુરશી, બોલ ઇન ધ બકેટ, ગેસ ધ સોંગ નુ પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં તેઓએ ખૂબજ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો. વિજેતા દાદા- દાદી અને નાના-નાની ને શાળા દ્વારા વિવિધ ઇનામો આપવામાં આવ્યા. આચાર્યા શ્રીમતી બીની પૌલે પ્રાસંગિક ઉદ્બોધન કરી સૌને કાર્યક્રમની સફળ્યા બદલ અભિનંદન પાઠવ્યા।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating