આર. એસ. ઝુનઝુનવાલા ઇન્ટરનેશનલ સ્કૂલ,વાપી નું મુખ્યમંત્રીના હસ્તે થયું સન્માન।

Views: 499
1 0

Read Time:2 Minute, 5 Second

આર. એસ. ઝુનઝુનવાલા ઇન્ટરનેશનલ સ્કૂલ,વાપી નું મુખ્યમંત્રીના હસ્તે થયું સન્માનવાપી ખાતે આવેલ આર એસ ઝુનઝુનવાલા ઈન્ટરનેશનલ સ્કૂલને પાંચ જ વર્ષના ટૂંકા ગાળામાં જે રીતે શૈક્ષણિક, રમતગમત અને અન્ય ક્ષેત્રે જીલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે અનેકવિધ ઉપલબ્ધિ હાંસલ કરી એક આગવી ઓળખ ઉભી કરી છે, સીબીએસઈ બોર્ડના પ્રથમ પરિણામ ૧૦૦ ટકા પ્રાપ્ત કરી ઝડપભેર વિકાસની પરંપરા ચાલુ રાખી સૌનું ધ્યાન ખેંચ્યું છે. જેના ઉપલક્ષ્યમાં અમદાવાદ ખાતે zee 24 News Network દ્વારા આયોજીત મહાસન્માન સમારોહમાં ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે “Excellence in most progressive school of Gujrat” ના નામે સન્માનિત કરવામાં આવતાં શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નિલેશભાઈ રાઠોડે આ પ્રસંગે શાળાને મળેલ આ ગૌરવ અને સન્માન માટે પ્રિન્સીપાલ ડો. રિચા શાહ, તમામ શિક્ષકગણ, અન્ય કર્મચારીઓ સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓના સંનિષ્ઠ પ્રયાસ અને યોગદાનને જવાબદાર ગણી સૌને અભિનંદન આપ્યા હતા. તથા સૌને માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી. સમગ્ર શાળા સંચાલક મંડળ માટે આ એક ગૌરવશાળી ક્ષણ છે, એમ પણ તેમણે જણાવ્યું. તો સાથે જ ખાતરી આપી હતી કે અમારા સહિયારા પ્રયાસ થકી આવનારા વર્ષોમાં પણ સૌના સાથ થકી શિક્ષણ ક્ષેત્રે અમે શ્રેષ્ઠ યોગદાન આપી નોંધનીય વિકાસ જ અમારું લક્ષ્ય રાખી આગળ ‘ રહેશું।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like