વાપી માં વિશ્વશાંતિદુત તથાગત ગૌતમ બુદ્ધની જયંતિ નીમિત્તે આંતરરાષ્ટ્રીય બૌદ્ધ મહાપર્વની ઉજવણી।
વાપી માં વિશ્વશાંતિદુત તથાગત ગૌતમ બુદ્ધની જયંતિ નીમિત્તે આંતરરાષ્ટ્રીય બૌદ્ધ મહાપર્વની ઉજવણી।
જય ભારત, જય સંવિધાન, નમો બુદ્ધાય સાથે જણાવવાનું કે તથાગત ગૌતમ બુદ્ધ જયંતિ મહોત્સવ સમિતી, વાપી, જી. વલસાડ, દમણ, સેલવાસ વતી આવનારી ૫ મે ૨૦૨૩ ના રોજ વિશ્વશાંતિદુત તથાગત ભગવાન ગૌતમ બુદ્ધની ૨૫૬૭ મી જન્મ જયંતિ નિમિત્તે વાપી માં આંતરરાષ્ટ્રીય બૌદ્ધ મહાપાર્વ ની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં તા. ૫ મે ૨૦૨૩ ના રોજ સાંજે ૪ કલાક થી ત્રિરત્ન સર્કલ ચણોદ, તા. વાપી, જી. વલસાડ થી એક ભવ્ય ધમ્મરેલીનું આયોજન કરવામાં આવેલ છે. ધમ્મરેલી બુદ્ધમ્ શરણમ્ ગચ્છામી, ધમ્મમ્ શરણમ્ ગચ્છામી, સંઘમ શરણમ ગચ્છામી ના નારાઓ સાથે ભડકમોરા થઈ વી.આઈ.એ. હોલ માં આ રેલીનું સમાપન થશે. ત્યાર બાદ ૫.૩૦ કલાકે વી.આઈ.એ. હોલ ખાતે પ્રમુખ અતિથી, પ્રમુખ વક્તાઓ ની હાજરીમાં દિપ પ્રજ્વલીત કરી, બુદ્ધવંદના કરી વિશ્વશાંતિદુત તથાગત ગૌતમ બુદ્ધને વિજ્ઞાનવાદી સત્ય અહિંસા માનવતાવાદી વિચાર કાર્યપ્રણાલી પર પ્રમુખ વક્તાઓ માર્ગદર્શન આપશે. આ કાર્યક્રમ માં રમાઈ મહિલા બ્રિગેડ, વાપી, દમણ, સેલવાસ વતી સાંસ્કૃતિક પ્રબોધનાત્મક કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે. આ આંતરરાષ્ટ્રીય બૌદ્ધ મહાપર્વમાં ઉજવણીકાર્યક્રમ માં હજારો ધમ્મપ્રેમી સફેદ વસ્ત્ર પહેરીને કાર્યક્રમમાં સામીલ થનાર છે. આ કાર્યક્રમ ના અંતે ભોજનદાન, ખીરદાન ની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating