સુરત શહેરનાં માનનીય પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમરનાં માર્ગદર્શન અને વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સુરત શહેરનાં થાણા અધિકારીશ્રીઓ, ડી સ્ટાફ પો.સ.ઇ, પી.સી.આરનાં ઇન્ચાર્જ શ્રીઓ માટે રેડિયન્ટ સ્કૂલ ખાતે એક તાલીમ વર્ગનું આયોજન કરાયું।

Views: 340
1 0

Read Time:1 Minute, 30 Second

પી.સી.આરનું અસરકારક પેટ્રોલિંગ, કાયદો અને વ્યવસ્થામાં અસરકારક ભૂમિકા, સતર્કતા સાથે ફર્સ્ટ રિસ્પોન્ડન્ટ તરીકે વધુ અસરકારકતા લાવી પોલીસ અને લોકો વચ્ચેનો સેતુ વધુ મજબૂત બની શકે એ માટે સર્વિસ ડિલિવર્ડ થઇ શકે એ હેતુથી સુરત શહેરનાં માનનીય પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમરનાં માર્ગદર્શન અને વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સુરત શહેરનાં થાણા અધિકારીશ્રીઓ, ડી સ્ટાફ પો.સ.ઇ, પી.સી.આરનાં ઇન્ચાર્જ શ્રીઓ માટે રેડિયન્ટ સ્કૂલ ખાતે એક તાલીમ વર્ગનું આયોજન કરાયું।માનનીય પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમરે પી.સી.આર અને બાઇક પેટ્રોલિંગને વધુ અસરકારક બનાવી કાયદો અને વ્યવસ્થાને મજબૂત કરવાની સાથે નાગરિકોનાં પ્રશ્નો અને મૂંઝવણોને ત્વરિત અને સંવેદનશીલ રીતે નિરાકરણ આવે એ પ્રમાણે પરિણામલક્ષી કામગીરી કરવા પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું.આ સાથે ડી.સી.પી. ઝોન-5 શ્રી હર્ષદ મહેતા અને સેક્ટર-2 શ્રી કે.એન.ડામોર દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like