આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન વાપી માં સંસ્કૃત મહત્સવ અને ગુરુપૂર્ણિમા ની સયુંકત ઉજવણી।

Views: 426
2 0

Read Time:2 Minute, 7 Second

આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન વાપી માં સંસ્કૃત મહત્સવ અને ગુરુપૂર્ણિમા ની સયુંકત ઉજવણી.સંસ્થાના સાંસ્કૃતિક મંત્રી ડો.સારિકાબેન.આર.પટેલ ના નેજા હેઠળ વાપી સ્થિત આર.કે.દેસાઈ માં અષાઢી પૂર્ણિમાનાં રોજ ગુરુપૂર્ણિમા તથા સંસ્કૃત મહત્સવ નો પ્રથમ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ માટે સંસ્થા ના અધ્યાપક શ્રી અક્ષયભાઈ ટંડેલ સાહેબે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. આ કાર્યક્રમના અંતર્ગત સંસ્થાના અધ્યાપિકા ડો.કવિતા .બી.પટેલ ‘સંસ્કૃત સાહિત્ય નું મહત્વ’ વિષય પર પ્રવચન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત બી.એડ કૉલેજ ની તાલીમાર્થીઓ દ્વારા સંસ્કૃત સાહિત્યનું મહત્વ દર્શાવતું સ્તુતિ પર નૃત્ય રજુ કર્યું હતું. કાર્યક્રમનો શરૂઆત દીપપ્રગટ્ય થી સંસ્થાના ઇન્ચાર્જ કેમ્પસ ડાયરેક્ટર ડો.શીતલ. સી.ગાંધી સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન બી.એડ કોલેજ ની તાલીમાર્થીઓ પટેલ નિધિ અને પટેલ જિનલ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સંસ્થા ના સમગ્ર અધ્યાપક શ્રીઓ ગુરુપૂર્ણિમા વિશે જ્ઞાન આપી આશીર્વાચનો આપ્યા હતા તથા આભાર વિધિ અધ્યાપિકા દિક્ષિતા ઢીમ્મર દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માટે સંસ્થાના ચેરમેન મિલનભાઈ દેસાઈ સાહેબ તથા સંસ્થા ના આચાર્ય ડો.પ્રીતિ ચૌહાણ શુભેચ્છા પાઠવી હતી. ।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like