લગન બાદ વારંવાર પૈસાની માંગ।
ગઈ તારીખ 1 જુન 2023 ના રોજ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલ છે. જે ફરિયાદ મુજબ આરોપી પ્રદીપભાઈ પટેલ જે ફરિયાદીના પતિ થાય છે. એમના દ્વારા ફરિયાદી પાસેથી લગન બાદ વારંવાર પૈસાની એટલે દહેજની માંગણી કરતા આવેલ હોય અને ફરિયાદીને વારંવાર માનસિક તથા શારીરિક ત્રાસ આપતા આવેલ હોય. ફરિયાદ મુજબ આરોપી દ્વારા હમણાં રૂપિયા 10 લાખની માંગણી કરતા જ્યારે ફરિયાદી જેઓકે બ્યુટી પાર્લર નું કામ કરે છે એમના દ્વારા જ્યારે ના પાડવામાં આવેલ ત્યારે આરોપી દ્વારા ફરિયાદીના પિતા થી પૈસા લઈ આવવાની વાત કરવા માટે કિધેલ. જ્યારે ફરિયાદી દ્વારા પૈસાની સગવડ ન થઈ ત્યારે આ કામના આરોપી દારૂ પીને ફરિયાદીને માર મરેલ છે. અને આરોપી દ્વારા આ કામના ફરિયાદીની પાસે જે બ્યુટી પાર્લર નું દુકાન છે એને વેચીને દસ લાખ રૂપિયા આપવાની વાતો કરેલ છે અને માનસિક તથા શારીરિક રાસ આપેલ છે સદર ઘટનાની જાન પડતા વાપી ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા સમગ્ર ઘટનામાં એફઆઇઆર નોંધી આગળની તપાસ ચાલુ કરેલ છે।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating