આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપી ના કોલેજ ઓફ કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગની વિદ્યાર્થી ભાનુશાલી આરતી લેહરિલાલ મેળવેલ જલવંત સિદ્ધિ।
આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપી ના કોલેજ ઓફ કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગની વિદ્યાર્થી ભાનુશાલી આરતી લેહરિલાલ મેળવેલ જલવંત સિદ્ધિ..આર.કે.દેસાઈ કોલેજ ઓફ કોમર્સ અને મેનેજમેન્ટ માં શૈક્ષણિક વર્ષ 2022-23 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ભાનુશાલી આરતી લેહરિલાલ “બી.બી.એ” સેમેસ્ટર 4 ‘આંતરરાષ્ટ્રીય બિઝનેસ’ વિષય માં વર્ષ એપ્રિલ 2023 ની પરીક્ષામાં વિર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં તમામ કોલેજોમાંથી સૌથી વધુ માર્ક એટલે કે 70 માંથી 68 પ્રાપ્ત કરી યુનિવર્સીટી માં આચાર્ય ડો.ડી.વી.દેસાઈ પ્રાઈઝ તથા આચાર્ય ચંદ્રવદન શાહ ગોલ્ડ મેડલના અધિકારી બની કોલેજ પરિવારનું નામ રોશન કર્યું છે “આંતરરાષ્ટ્રીય બિઝનેસ” વિષય ભણાવતા અધ્યાપકો ડો.શીતલ ગાંધી સર અને પ્રાધ્યાપિકા હેના રાજવત એ ખુબજ મહેનત કરી વિદ્યાર્થીઓને પ્રત્સાહીત કર્યા હતા. પ્રાપ્ત કરેલ જલવંત સિદ્ધિ બદલ સંસ્થાના ચેરમેન મિલન દેસાઈ તથા બી.બી.એના ઈન્ચાર્જ આચાર્ય ડો. શીતલ ગાંધી તથા બી.બી .એ વિભાગના હેડ પ્રો.પ્રિન્સી પ્રદીપ ઠાકુર એ તથા કોલેજના તમામ અધ્યાપકોએ ભાનુશાલી આરતી ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating