કાદવ કિચડ માં મુસાફરો ઊભા રહી બસ આવતા એજ કીચડ માંથી પાસ થઈ ખરડાયેલ પગ સાથે બસ માં બેસવા મજબૂર।
વાપી ટાઉન માં આવેલ વાપી દમણ મુખ્ય ઓવર બ્રિજ તોડી નવો બનાવવાની કામગીરી હાલ.ચાલુ છે તો વાપી એસ ટી ડેપો દ્વારા પણ નેશનલ હાઈ વે કોર્ટ બિલ્ડિંગ ની નઝિક દમણગંગા નહેરવિભાગ ની જમીન માં એસ.ટી.વિભાગ દ્વારા હંગામી બસ સ્ટેન્ડ તા.21.12.2022 ના રોજ કાર્ય રત કરવામાં આવેલ પરંતુ હાલ ચોમાસા માં આ હંગામી બસ સ્ટેન્ડ ની હાલત એક ખેતર કરતા પણ બદતર હાલત તમે જોઈ સકો છો સ્ટેન્ડ ઉપર કાદવ કિચડ માં મુસાફરો ઊભા રહી બસ આવતા એજ કીચડ માંથી પાસ થઈ ખરડાયેલ પગ સાથે બસ માં બેસવા મજબૂર થવું પડી હોઈ છે ડેપો મેનેજર વાપી દ્વારા આ બાબત ની જાણ વિભાગીય કચેરી વલસાડ ના બાંધકામ શાખા ના અધિકારી ને વારંવાર જાણ કરવા છતાં જાડી ચામડી ના અધિકારી નું.પેટ નું પાણી પણ હલતું નથી રોજ સ્ટેન્ડ ઉપર એક થી બે બુધો કાદવ માં ફસાઈ જતી હોઈ છે અને મુસાફરો દ્વારા ધકકા મારી ને બસ કાદવ માંથી કાઢી એસ ટી તંત્ર ના રેઢિયાળ કારભાર સામે ફિટકાર વર્ષાવી રહ્યા છે હંગામી બસ સ્ટેન્ડ બન્યા ને 7 માસ નો સમય થવા છતાં કોઈ અધિકારી દ્વારા મુસાફર ની.પાયા ની જરૂરિયાત ને બે અંદાજ કરી મુસાફર ને હેરાન કરવાનો ઠેકો લીધો હોઈ તેવું પુરવાર થાય રહ્યું છે ઉનાળા માં ધૂળ ની ડમરી થી રોજિંદા મુસાફરો કંટાળી ગયા હતા હવે કાદવ કિચડ માં મજબૂર મુસાફરો મુસાફરી કરી ને તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે મુસાફરો ની.મદદે આવે એવો કોઈ અધિકારી વલસાડ વિભાગ માં દેખાતો નથી જે મુસાફર ની ફરિયાદ ને વાચા આપી સકે જોઈએ વલસાડ વિભાગ ના એસ ટી ની ફરિયાદ હાલ ના ધારાસભ્ય શ્રી તેમજ જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવનાર હોઈ જેમાં એસ.ટી ના અધિકારી તેમની ચામડી બચાવવા સુ જવાબ આપે છે।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating