૬૦ ફૂટ ઊંડા બોરવેલ માંથી અત્યંત ઝેરી કોબ્રા સાંપના બચ્ચાનું રેસક્યું કરાયું।
૬૦ ફૂટ ઊંડા બોરવેલ માંથી અત્યંત ઝેરી કોબ્રા સાંપના બચ્ચાનું રેસક્યું કરાયું।આજ રોજ વાપી તાલુકાના ડુંગરી ફળિયા ખાતે આવેલ વિજય ભાઈ ની ચાલીમાં બનેલ બોરવેલ માં એક સાંપ પડી ગયો હતો, જેની જાણ વાપી ના એનિમલ રેસ્કયું ના વર્ધમાન શાહ ને કરતા તેના સાથી મિત્ર શિયાળ મુકેશ સાથે સ્થળ ઉપર પહોંચી તપાસ કરતા બોરવેલ લગભગ ૬૦ ફૂટ ઊંડો જણાઈ આવ્યો હતો, વર્ધમાન શાહ ના અનુભવ પ્રમાણે સાંપ ને બોરવેલ માંથી બહાર કાઢવાનું ખૂબ કઠિન હતું અને બોરવેલની ઊંડાઈ વધુ હોવાથી સાંપ કયો છે તે ઉપર થી ખ્યાલ આવતો ન હતો, સાંપને બોરવેલ માંથી કાઢવા માટે ૬૦ ફૂટ લાંબી કાથા ની રસ્સી માં પથ્થર બાંધી તેને બોરવેલ માં નાખવામાં આવી અને લગભગ કલાક ની મહેનત અને ચાર થી પાંચ વાર પ્રયાસ કર્યા બાદ સાંપ કાથાં ની રસ્સીમાં વીંટળાઈ ગયા બાદ રસ્સી ને ધીરે ધીરે ખેંચીને ખૂબ જ સાવધાની પૂર્વક બહાર કાઢી લઈ સાંપ ના બચ્ચાંને જીવનદાન આપવામાં આવ્યું, આ સાંપના બચ્ચાને અત્યંત ઝેરી એવા ઇન્ડિયન સ્પેક્ટેકલ કોબ્રા જેને ગુજરાતીમાં નાગ તરીકે ઓઢાખવામાં આવે છે, રેસ્કયું કર્યાં બાદ સાંપને સુરક્ષિત વન્ય ક્ષેત્રે છોડી દેવામાં આવ્યો.ચોમાસા દરમિયાન સરીસૃપો ની ગતિવિધિઓ વધી જતી હોય છે, સાંપ માં ચોમાસા દરમિયાન મોટે ભાગે માદા ઓ બચ્ચાંઓને જન્મ આપતી હોય છે જેના કારણે નવજાત ઝેરી-બિનઝેરી સાંપ ખોરાક અને રહેઠાણ ની તલાશમાં માનવ વસાહતો માં પહોચી જતા હોય છે, જોકે વર્ધમાન શાહ ના જણાવ્યા પ્રમાણે સાંપ ને મારવું જોઈએ નહિ કેમ સાંપ પર્યાવરણ ને સમતલ રાખવા માં મહત્વની ભૂમિકા ભજવે છે અને તે આહાર શૃંખલા માં શિકાર અને શિકારી બંને ની ભૂમિકા ભજવે છે, જોકે તમારા ઘર કે આસપાસ દેખાતા દરેક પ્રકારના સાંપ નુકશાન કારક હોઇ સકે એ પણ એક ખોટી માન્યતા છે, સાંપ તમારી આસપાસ હોય એ કોઈને ગમતું નથી છતાં સાંપને નુકશાન પહોચાડવા કરતા નજીકના વનવિભાગ માં જાણ કરો અથવા સાંપને બચાવ માટે કાર્ય કરતી સંસ્થાઓને સંપર્ક સાધી નિરાકરણ લાવી શકાય છે।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating