ઉમરસાડી ખાતે ૪૦ ફૂટ ઊંડા જર્જરિત અવાવરૂ કૂવામાં પડેલ વાછરડાને ગૌરક્ષકો દ્વારા રેસ્કયૂ કરાયું।

Views: 363
1 0

Read Time:2 Minute, 8 Second

ઉમરસાડી ખાતે ૪૦ ફૂટ ઊંડા જર્જરિત અવાવરૂ કૂવામાં પડેલ વાછરડાને ગૌરક્ષકો દ્વારા રેસ્કયૂ કરાયું।આજ રોજ તારીખ ૮/૦૭/૨૦૨૩ ના બપોરે ૩ વાગ્યે પારડી તાલુકાના ઉમરસાડી ગામ ના દેસાઇવાડમાં એક વાછરડું કૂવામાં પડી ગયું હતું, ગામ માં રહેતા શ્રીમતી અરુણા બેન પટેલ દ્વારા જાણકારી મળતાં ગૌરક્ષક ધવલ ઠાકુર, હિતેશ રાઠોડ, વાપી એનિમલ રેસ્ક્યું ના વર્ધમાન શાહ, મનીષ ધોડી, મેહુલ ભાઈ અને ધવલ ભંડારી દ્વારા તરત ઘટના સ્થળે પહોંચી લગભગ ૪ કલાક ની મહામહેનતે વાછરડાંને અવાવરા કૂવામાથી બહાર કાઢી જીવનદાન અપાયું હતું અને ઘાયલ વાછરડાંને રાતા પાંજરાપોળ વાપી ની એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે મોકલી દેવામાં આવ્યું હતું, કૂવા ની એક તરફ ની દીવાલ ધસી પડતાં વાછરડું અંદર પડીને ફસાઈ ગયું હોય એમ જણાઈ આવ્યું હતું, રેસ્કયુ ટીમ દ્વારા કૂવામાં સેફ્ટી બેલ્ટ પહેરીને ઉતરી વાછરડાંને કમરના ભાગે બાંધી ગૌરક્ષકો અને ગ્રામવાસીઓ દ્વારા તેને સાવધાની પૂર્વક ખેંચીને બહાર કાઢવામાં આવ્યું જોકે કૂવામાં ઉતરતા પહેલા કૂવો ઊંડો હોય અને કચરા થી ભરેલો હોય ઝેરી ગેસ ની સંભાવનાની ચકાસણી કરવામાં આવી હતી, જર્જરિત કૂવાની દીવાલ ધસી પડી હતી જેથી બીજા અન્ય પ્રાણીઓ ત્યાં પડીને ફસાઈ ના જાય એ માટે ગૌરક્ષકો દ્વારા ત્યાં હાલપૂર્તી કાંટાની વાડ ગોઠવી દેવામાં આવી હતી અને આગળ ગ્રામજનો દ્વારા કૂવા ફરતે સેફ્ટી વૉલ બનાવવાની તૈયારીઓ કરી હતી।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like