ભારત સરકાર પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ વિભાગ*વલસાડ જિલ્લાના મહિલા અને બાળ અધિકારીની કચેરી અંતર્ગત સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર વલસાડની ટીમનાં પ્રયત્નોથી માનસિક અસરગ્રસ્ત મહિલાનું તેના પરિવાર સાથે પુનઃ મિલન કરાવવામાં આવ્યું।

Views: 351
1 0

Read Time:3 Minute, 24 Second

ભારત સરકાર પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ વિભાગ*વલસાડ જિલ્લાના મહિલા અને બાળ અધિકારીની કચેરી અંતર્ગત સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર વલસાડની ટીમનાં પ્રયત્નોથી તેમજ મહિલા અને બાળ અધિકારી મેડમશ્રી તેમજ દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી નાં માર્ગદર્શન હેઠળ માનસિક અસરગ્રસ્ત મહિલાનું તેના પરિવાર સાથે પુનઃ મિલન કરાવવામાં આવ્યું.વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાંથી અજાણી મહિલાને તા. ૦૩/૦૭/૨૦૨૩ નાં રોજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર વલસાડ ખાતે આશ્રય અપાવવા માટે લાવવામાં આવેલ. આ અજાણી મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય આપ્યા બાદ સેન્ટરના કેન્દ્ર સંચાલક દ્વારા મહિલાનું કાઉંસેલિંગ કરવામાં આવેલ. મહિલાના વ્યવહાર ઉપર થી એવું જાણવા મળેલ કે મહિલા માનસિક રીતે અસ્થિર છે જેથી સેન્ટર દ્વારા મહિલાને સિવિલ હોસ્પિટલમાં તબીબી સારવાર અપાવવામાં આવેલ. સતત ત્રણ દિવસના કાઉન્સિલિંગ બાદ મહિલા કપરાડા તાલુકાના ગવટકા ગામની રહેવાસી હોય એવું જાણવા મળેલ. જેથી સખી વન સ્ટોપ સેન્ટર નાં કેન્દ્ર સંચાલક દ્વારા ગવટકા ગામ નાં સરપંચશ્રી તેમજ અન્ય આગેવાનો નો ટેલીફોનીક સંપર્ક કરી મહિલાની માહિતી આપવામાં આવેલ. જેમાં આગેવાનો દ્વારા મહિલા તેમના ગામની જ હોય એવું જાણવા મળેલ. ત્યારબાદ મહિલાના ભાઈઓનો સંપર્ક કરી ટેલિફનીક વાતચીત કરવામાં આવેલ તેમજ મહિલા સાથે પણ ટેલિફનીક વાત કરાવવામાં આવેલ. મહિલા ને તેના ભાઈઓ સાથે વાત કરાવતા મહિલા ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. તેણીના પરિવારજનોએ જણાવ્યું કે તેઓ પણ મહિલાની શોધખોળ કરી જ રહ્યા હતા. મહિલાના પરિવારજનો એ સેન્ટર પર આવી મહિલાનો કબ્જો લેવાની તૈયારી બતાવી. જેથી તા. ૦૬/૦૭/૨૦૨૩ ના રોજ મહિલાના પરિવારજનો સખી વન સ્ટોપ સેન્ટર ખાતે હાજર થયેલ. કેન્દ્ર સંચાલક દ્વારા મહિલાના પરિવારજનો ની ખાતરી કરી મહિલાનો કબ્જો તેના પરિવારને સોંપવામાં આવ્યો. આમ, પોતના પરિવારથી વિખૂટી પડેલી માનસિક અસ્થિર મહિલાનું સખી વન સ્ટોપ સેન્ટર ની ટીમ દ્વારા તેણીના પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવેલ. પરિવારજનો એ વન સ્ટોપ સેન્ટર ના કેન્દ્ર સંચાલક અને પૂરી ટીમનો આભાર માન્યો।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like