ગૂજરાત સરકાર દ્વારા ચાલતી આરોગ્યલક્ષી નિશુલ્ક સેવા એટલે ઈ. એમ.આર. આઈ ગ્રીન હેલ્થ સર્વિસીઝ ની 108 એમ્બ્યુલન્સ સેવા દરેક પ્રકારની મેડિકલ ઈમરજન્સીને પહોંચી વળવા માટે તૈયાર છે।
ઝેરી સાંપ ના ડંખને પણ ડામી રહી છે 108ની તૈયારીઓવરસાદ ના આગમની સાથે સાથે 108 એમ્બ્યુલન્સ પણ ખડેપગેગૂજરાત સરકાર દ્વારા ચાલતી આરોગ્યલક્ષી નિશુલ્ક સેવા એટલે ઈ. એમ.આર. આઈ ગ્રીન હેલ્થ સર્વિસીઝ ની 108 એમ્બ્યુલન્સ સેવા દરેક પ્રકારની મેડિકલ ઈમરજન્સીને પહોંચી વળવા માટે તૈયાર છે।આ સેવા વર્ષ 2007 મા શરૂ કરવામાં હતી અને આજે 108 ની સેવા માત્ર ગુજરાતમા જ નહીં પરંતુ સમગ્ર ભારતભર મા મોખરે છે. 108 ના તાલીમબધ્ધ ઈ. એમ. ટી તથા પાયલોટ દરેક પ્રકારની કટોકટી ને પહોંચી વળવા 24/7 ખડેપગે રહેતા હોય છે. આ વર્ષે સારા વરસાદ ની આગાહીને ધ્યાન માં લઇને 108 ની ટીમ દરેક ઈમરજન્સી ને પહોંચી વળવા માટે કટિબદ્ધ છે. એમ્બ્યુલન્સ મા આવતા તમામ સાધનો ને કાટ રહિત કરી ને તેને કલર કરવામાં આવ્યો છે અને જરૂરી દવાઑ નો જથ્થો એડવાન્સ મા મંગાવીને રાખવામાં આવ્યો છે. 108 એમ્બ્યુલન્સના તમામ સાધનો (બી.પી. મશીન , સ્ટેથોસ્કોપ, શક્ષન મશીન , થર્મોમીટર , પલ્સ-ઓક્સિમીટર, ઓકસીજન હ્યુમીડીફાયર , મલ્ટીપેરા મોનીટર , ગ્લુકોમીટર, ૮ પ્રકારના સ્પ્લિન્ટ, ૩ પ્રકાર ના સર્વાઈકલ કોલર , ૪ પ્રકારના સ્ટ્રેચર , ૩ પ્રકારની કુત્રિમ ઓક્સિજન આપવા માટેની અમ્બુબેગ) વગેરેને કૅલિબ્રેટ કરીને તેમજ ત્રુટીરહિત કરીને રાખવામાં આવ્યા છે. મોટાભાગે વરસાદની ઋતુમાં ઝેરી જનાવર જેવા કે સાપ કે વીંછી કરડવાની ઘટનાઓ વધુ બનતી હોય છે ત્યારે ઝેરી *સાપના ઝેર થી બચાવનાર ASV ઇન્જેક્શન પણ અગાઉથી જ મંગાવીને રાખવામાં આવ્યા છે.* ખાસ નોંધનિય છે કે ચાલુવર્ષે એપ્રિલથી અત્યાર સુધીમાં 108 માં સાપ કરડવાનાં કુલ 364 કેશ નોંધાયા હતા જે પૈકી લગભગ 63% કરતા પણ વધુ કેશ છેલ્લા દોઢ જ મહિનામાં (1 જૂન થી 17 જુલાઈ) જ નોંધાયા હતા જે 230 કેશ હતા. જ્યારે નવસારી જિલ્લામાં આ કુલ 60 કેશ માંથી 37 (લગભગ 61%), ડાંગ જિલ્લામાં કુલ કેશ 130 માંથી 88 (લગભગ 67%), તથા વલસાડ જિલ્લામાં કુલ કેશ 174 માંથી 105 કેશ (લગભગ 60%) સાપ કરડવાના કેશ આ સમયગાળા માં નોંધાયા હતા. આ તમામ કેશમાં 108 દ્વારા ASV ઇન્જેક્શન આપીને દર્દીના જીવ બચાવી લેવામાં આવ્યા હતા. આવનારા સમયમાં પણ 108 દ્વારા દરેક ઈમરજન્સી માં તમામ દર્દીઓના જીવ બચાવવાની નેમ લેવામાં આવી છે.અત્રે નોંધનીય છે કે હાલ વલસાડ જિલ્લામાં કુલ 25 (પચીસ) તેમજ નવસારી જિલ્લામાં કુલ 15 (પંદર) અને ડાંગ જિલ્લામાં પણ કુલ 15 (પંદર) 108 એમ્બ્યુલન્સ કાર્યરત છે. વલસાડ જિલ્લામાં સંજય વાઘમારીયા, ડાંગ જિલ્લામાં વિજય ગામીત અને નવસારી જિલ્લામાં ધવલ સિંગલા ઈમરજન્સી મેનેજમેન્ટ એક્ઝીક્યુટીવ તરીકે 108 એમ્બ્યુલન્સ સેવાની દેખરેખ રાખી રહ્યા છે.Box :- *વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લાના પ્રોગ્રામ મેનેજર કમલેશ પઢિયાર સાથે વાત કરતા તેઓએ નાગરિકોને અપીલ કરી હતી કે આ ઋતુના દિવસોમાં સાંપ તેમજ અન્ય ઝેરી જનાવરો નો ઉપદ્રવ વધતો હોય છે તો પોતાની તેમજ પોતાના પરિવાર ની વિશેષ કાળજી રાખવી, વધુ પાણી વાળી જગ્યાએ જવાનું ટાળવું, વાતાવરણને ધ્યાનમાં રાખી ખુલ્લા પગે બહાર નીકળવું નહીં તથા કોઈપણ ઇમરજન્સી ના સમયે તત્કાલિક ૧૦૮ પર કોલ કરી ને વ્યક્તિ નો મહામૂલ્ય જીવ બચાવવા મા સહભાગી થવુ।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating