૭૭ માં સ્વતંત્રદિનના પર્વ નિમિતે કેબીએસ એન્ડ નટરાજ કોલેજમાં તિરંગો લહેરાયો।

Views: 311
1 0

Read Time:1 Minute, 42 Second

૭૭ માં સ્વતંત્રદિનના પર્વ નિમિતે કેબીએસ એન્ડ નટરાજ કોલેજમાં તિરંગો લહેરાયો।વાપી:- અત્રે ચણોદ કોલોની સ્થિત કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજમાં ૭૭ માં સ્વતંત્રદિનની ઉજવણીના ભાગરૂપ કોલેજના ભૂતપૂર્વ આચાર્ય ડો. સુનિલ મરજાદી સાહેબના વરદ હસ્તે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી એ.કે. શાહ, સ્ટાફ તથા વિધાર્થીઓ એ હાજર રહી તિરંગાને સલામી આપી હતી. કોલેજના વિધાર્થીઓ દ્વારા પરેડ અને વિવિઘ સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજન તેમજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે ડો. સુનિલ મરજાદી સાહેબ દ્વારા પ્રસંગોપાત ઉદભોદન કરી દરેક વિધાર્થીઓને ભારત દેશના વિકાસમાં ભાગરૂપ થવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આમ, સમગ્ર પ્રોગ્રામ સફળ રહેતા કોલેજના આચાર્ય ડો. પૂનમ બી.ચૌહાણે મુખ્ય મહેમાન, આમંત્રિત મહેમાનો, ટ્રસ્ટીગણ, સ્ટાફગણ તથા વિધાર્થી મિત્રોનો આભાર માની દેશની વિવિધ સેવાઓમાં ભાગીદાર બનવાની ખાત્રી આપતા, શુભેચ્છા પાઠવી હતી।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like