વાપી આર.કે.દેસાઈ કોલેજમાં ફ્રેશરપાર્ટી યોજાઈ।
વાપી આર.કે.દેસાઈ કોલેજમાં ફ્રેશરપાર્ટી યોજાઈ।વાપી આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ કરનાર વિદ્યાર્થીઓને સિનીયર વિદ્યાર્થીઓએ ફ્રેશરપાર્ટી આપી હતી. કાર્યક્રમ વીઆઇએ ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો. મુખ્ય અતિથિ તરીકે કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ ( નાણામંત્રી, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ ) તેમજ વીઆઈ ના પ્રમુખ સતિષ પટેલ, શિરીષ દેસાઈ, કૌશિક પટેલ, જતીન પટેલ તથા મગનભાઈ સાવલિયા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેમાં નાટક, ડાન્સ, ગીતોની કૃતિઓ રજૂ કરી હતી. તેમજ જીએસ, એલઆર, સીઆરની વરણી કરવામાં આવી હતી અને નવા વિદ્યાર્થીઓ માંથી મિસ અને મિસ્ટર ફ્રેશર તરીકે પણ જાહેર કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ સાંસ્કૃતિક મંત્રીઓ અધ્યાપિકા શેઠ ચિત્રા, ડો.પિંકલ પટેલ, નેહા પટેલના નેજા હેઠળ યોજવામાં આવ્યો હતો.આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ તેમજ પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને સંસ્થાના ચેરમેન મિલન દેસાઈ તેમજ સંસ્થાના સેક્રેટરી કમલ દેસાઈ અને કોલેજના સર્વ આચાર્ય તેમજ અધ્યાપકોઓએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating