આર.કે દેસાઈ ગૃપ ઓફ કોલેજીસ વાપી દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે રાખી મેકિંગ સ્પર્ધા યોજવામાં આવી।

Views: 363
1 0

Read Time:2 Minute, 4 Second

આર.કે દેસાઈ ગૃપ ઓફ કોલેજીસ વાપી દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે રાખી મેકિંગ સ્પર્ધા યોજવામાં આવી। વાપી સ્થિત આર.કે. દેસાઈ ગૃપ ઓફ કોલેજીસમાં રક્ષાબંધનના સુંદર પર્વ નિમિત્તે રાખી મેકિંગ સ્પર્ધા રાખવામાં આવી હતી.વિદ્યાર્થીઓ પોતાનામાં રહેલી વિશિષ્ટ કલાનો વિકાસ કરી શકે અને સાથે સાથે આ પર્વનું મહત્વ સમજે એ હેતુ અર્થે આ સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.સ્પર્ધામાં તમામ વિદ્યાર્થીઓએ ભાગ લઈ પોતાનો ઉત્સાહ દર્શાવ્યો હતો. પ્રસ્તુત સ્પર્ધાના નિર્ણાયક તરીકે સંસ્થાના અધ્યાપિકાઓ નેહા.એમ.પટેલ, ચિત્રા શેઠ અને સુરભી ચૌધરી દ્વારા આ પવિત્ર તહેવારમાં ભાઈની રક્ષા અને ભાઈ બહેનના પ્રેમને સ્પર્શે તે માટે રાખી બનાવવા માટેના તમામ નિયમો અને શ્રેષ્ઠ રાખીના નિર્ણય માટેના તમામ માપદંડો વિશે પણ તાલીમ આપવામાં આવી હતી. રાખી મેકિંગ સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ ક્રમ -હેતલ જિનજલા (એફ.વાય.બીકોમ), દ્વિતિય ક્રમ – બંસરી પટેલ (એફ.વાય.બી.એસ.સી)અને અર્પિત પટેલ -(એસ.વાય.બી.એસ.સી) , તૃતીય ક્રમ -કિંજલ હળપતિએ (એફ.વાય.બી.એસ.સી) મેળવ્યો હતો. રક્ષાબંધનની ઉજવણી અર્થે રાખેલ સ્પર્ધા બદલ સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈ તથા સંસ્થાના ઇન્ચાર્જ આચાર્ય ડો.શીતલ ગાંધી, ડો.મિત્તલ શાહએ શુભેચ્છા પાઠવી હતી।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like