વાપીની શ્રી એલ.જી.હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલમાં જન્માષ્ટમીની ઉજવણી ક૨વામાં આવી।
વાપીની શ્રી એલ.જી.હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલમાં જન્માષ્ટમીની ઉજવણી ક૨વામાં આવી।વાપીની શ્રી એલ. જી. હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલમાં જન્માષ્ટમી મહોત્સવ અંતર્ગત પ્રિ- પ્રાયમરી વિભાગના શિક્ષકો દ્વારા નાનાં ભૂલકાંઓ અને એમના પેરેંટ્સ માટે વિવિધ કાર્યક્રમનુ આયોજન ક૨વામાં આવ્યુ હતુ.કાન્હાની મંગલમય આરતી દ્વારા કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો.ત્યારબાદ પ્રિ-પ્રાયમરી વિભાગનાં નર્સરી, જુનિય૨, અને સિનિયરનાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા. જેને નિહાળી બાળકોના વાલીઓ મંત્રમુગ્ધ થઈ ગયા.ત્યારબાદ શાળાના આચાર્યા શ્રીમતી બીન્ની પૌલ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યુ. બાળકોના મમ્મીઓ માટે “સુપરમોમ” પ્રતિયોગિતા અંતર્ગત પોટ ડેકોરેશનનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં વિજેતા મમ્મીઓને શાળા દ્વારા પારિતોષિત એનાયત કરવામાં આવ્યુ.અંતમાં નર્સરીના બાળકો દ્વારા મટકી ફોડી કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરવામાં આવી.. શાળાના પ્રિંસિપાલ શ્રીમતી બીની પૌલે શાળા પરિવારવતી કાર્યક્રમની સફળતા બદલ સૌને અભિનંદન પાઠવ્યા।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating