કેબીએસ એન્ડ સાયન્સ કોલેજમાં ટીચર્સ વર્કશૉપ યોજાયો।
કેબીએસ એન્ડ સાયન્સ કોલેજમાં ટીચર્સ વર્કશૉપ યોજાયોવાપી: અત્રેની ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમારીયા કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપીમાં કોલેજના સેલ્ફ હેલ્પ ફોરમ અંતર્ગત અઠવાડિક શિક્ષકોની ઉજવણી ના ભાગરૂપે કોલેજના સૅમિનાર હોલમાં સુરત ચૅપ્ટર ઓફિસ ઓફ WIRC of ICSI ના સહયોગ થી EMPOWERING EDUCATORS ના થીમ હેઠળ એક દિવસીય વાપી અને આજુબાજુ ની શાળાના શિક્ષકો તેમજ કોલેજના પ્રાદ્યાપકૉ માટે વર્કશૉપ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશૉપ માં ૮૦ શિક્ષકો તેમજ કોલેજ એડમિશન કમિટી ની સાથે કોલેજના તમામ પ્રાધ્યાપકો મળીને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ વર્કશૉપ માં સુરત ચૅપ્ટર ઓફીસના ચેરમેન CS પ્રશાંત કથારીયા સાહેબ તેમજ કમિટી ના સભ્યો હાજર રહ્યા હતા. મુખ્ય વક્તા તરીકે સુરત ચૅપ્ટર ઓફીસના Treasurer cs નીલભ કૌશિકે લાઈફ સ્કીલ્સ પર ખુબ જ સરસ વક્તવ્ય આપ્યું હતું. તેમજ Vice-Chairperson CS ખુશ્બ અગ્રવાલે કારકિર્દીની તકો માટે ખુબજ ઊંડાણથી સમજ આપતા CS(Company secretary) ક્ષેત્રમાં રહેલ ઉજવળ કારકિર્દી અને તકો માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે દરેક શિક્ષક મિત્રોને આહવાન આપ્યું હતું. આ વર્કશૉપ દરમિયાન સુરત ચૅપ્ટર ઓફિસ અને સદર કોલેજ વચ્ચે CS ના કોચિંગ ક્લાસ માટેના MOU પણ થયા હતા. વર્કશૉપ નું આયોજન તેમજ સંચાલન સેલ્ફ હેલ્પ ફોરમ ના કૉ- ઓર્ડીનેટર ડૉ. દીપક સાંકી તેમજ સહાયકો ડૉ. યતીન વ્યાસ, ડૉ. ક્રિષ્ના રાજપૂત અને કુમારી રિઆ દેસાઈ ની સાથે કોલેજના સ્વયમ સેવક વિદ્યાર્થી મિત્રોના સહકારથી થયું હતું. આમ સમગ્ર વર્કશૉપ સફળ રહેતા કોલેજના આચાર્ય ડૉ. પુનમ બી. ચૌહાણે સુરત ચૅપ્ટર ઓફિસ, મુખ્ય વક્તાએ, સેલ્ફ હેલ્પ ફોરમ, વિદ્યાર્થી મિત્રો, સ્ટાફ ગણનો આભાર માની CS ક્ષેત્રમાં વાપી અને આસપાસ ના વિદ્યાર્થીઓ કારકિર્દી ઘડી શકે તે માટે માર્ગદર્શન આપવાની સાથે પ્રોત્સાહિત કરવા માટે આહવાન આપ્યું હતું।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating