વાપી ની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ ના વિદ્યાર્થીઓ ઝળક્યા।
વાપી ની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ ના વિદ્યાર્થીઓ ઝળક્યા।વાપીની નામાંકિત શાળા જે વર્ષો થી માત્ર શિક્ષણ ના જ ક્ષેત્રમાં નહીં પણ શિક્ષણ સાથે સાથે ઇતર પ્રવૃત્તિઓ ના પરિણામમાં પણ ઉત્કૃષ્ટ દેખાવ કરે છે સંસ્કૃતિ સહોદયા કોમ્પલેક્ષ સીબીએસીઈ દ્વારા આયોજિત આંતરસ્કુલ વકતૃત્વ સ્પર્ધાનુ આયોજન બી આર ઈન્ટરનેશનલ સ્કુલ ધરમપુર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં દક્ષિણ ગુજરાતની બધીજ સીબીએસીઈ સ્કુલો એ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ ની ધોરણ છ ની વિદ્યાર્થીની આરાધ્યા તિવારી ગૃપ-1માં તૃતિય સ્થાન મેળવ્યું જયારે ગૃપ-2માં ધોરણ બાર ની વિદ્યાર્થીની કરિના પાંડા દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે. જયારે લાયન્સ ઈંગ્લિશ સ્કુલ સેલવાસ દ્વારા આયોજિત આંતરસ્કુલ વકતૃત્વ સ્પર્ધા, કાવ્ય પઠન તેમજ ડિબેટનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગૃપ -1માં ધોરણ પાંચ ની વિદ્યાર્થીની દિયા સિંગ પ્રથમ સ્થાન, ગૃપ -3માં ધોરણ દસનો વિદ્યાર્થી રિગ્વેદ મિશ્રા તૃતિય સ્થાન તેમજ ગૃપ -4માં ધોરણ બાર નો વિદ્યાર્થી હર્ષ રાજપુરોહિત ને વિશિષ્ટ આશ્વાસન પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. શાળા ના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બિન્ની પૌલે શાળા પરિવાર વતી વિદ્યાર્થીઓ અને તેમની માર્ગદર્શક ટીમને મેળવેલ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા.।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating