કેબીએસ એન્ડ નટરાજ કોલેજમાં જય વસાવડા નો સેમીનાર યોજાયો।

Views: 357
1 0

Read Time:2 Minute, 27 Second

વાપી: અત્રે ચનોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમારિયા એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયંસિસ કોલેજ વાપીમાં વિદ્યાથીઓને યુનિવર્સિટીના શિક્ષણની સાથે જીવન ઉપયોગી દરેક પ્રવૃતિઓની તાલીમ પણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓએ આજના ટેકનૉલોજિ અને ફાસ્ટ જીવનમાં કેવી રીતે સાતત્ય જાળવી સફળ થઈ શકે તે હેતુ થી કોલેજના મેનેજ્મેટ તરફથી વિદ્યાર્થીઓ માટે ગુજરાતનાં જાણીતા મોટીવેશનલ સ્પીકર શ્રી જય વસાવડાના સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં કોલેજના કોમર્સ અને સાયન્સ વિભાગના ત્રીજા વર્ષના તેમજ એમ.કોમ. અને એમ.એસસી. ના વિધ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોએ ખુબજ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મેનેજમેંટ તરફથી મેનેજિંગ ટ્રસ્ટીશ્રી એ.કે.શાહ, શ્રી રમેશભાઈ સુમેરિયા, શ્રીમતિ ભારતીબેન સુમેરિયા, તથા આમંત્રિત મહેમાનો પ્રવિણાબેન શાહ, શ્રી એચ. એમ. ભટ્ટ સાહેબ, કોલેજના ડાયરેક્ટર શ્રી ડો. સી.કે.પટેલ સાહેબ તથા અન્ય મહેમાનો હાજર રહ્યા હતા.પ્રાર્થના સાથે જય વસાવડા સાહેબનું બુક આપીને સ્વાગત કરતાં સેમિનારની શરૂઆત કરવામાં આવી હતી. સેમિનારના વક્તવ્યમાં તેમણે વિધ્યાર્થી જીવનમાં મોબાઈલનો સદુપયોગ, શિસ્તતા, સમયનું પાલન, ડ્રગ્સ અવેરનેસ તેમજ સફળ કેવી રીતે થઈ શકાય વગેર વિષયોને આવરી લઈને ખુબજ સારી માહિતી પૂરી પડી હતી. આમ સેમિનાર સફળ રહેતા કોલેજના આચાર્ય ડો. પુનમ બી. ચૌહાણે વક્તાશ્રીનો, ટ્રસ્ટ્રીશ્રીઓનો હાજર રહેલ મહેમાનો તેમજ વિધ્યાર્થી મિત્રો અને સ્ટાફ મિત્રોનો આભાર વ્યક્ત કરી દરેકને વક્તવ્યને જીવનમાં ઉતારી આગળ વધવા માટે શુભેચ્છા પાઠવી હતી।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like