વલસાડ નગરપાલિકાના એન્જોયમેન્ટ ઇન્સ્પેક્ટર, મહેશકુમાર ઉર્ફે મુન્ના ધનસુખભાઇ ચૌહાણ નાઓ વિરૂધ્ધ લાંચની માંગણીનો ગુન્હો દાખલ કરતી એ.સી.બી.।

Views: 379
1 0

Read Time:2 Minute, 40 Second

વલસાડ નગરપાલિકાના એન્જોયમેન્ટ ઇન્સ્પેક્ટર, મહેશકુમાર ઉર્ફે મુન્ના ધનસુખભાઇ ચૌહાણ નાઓ વિરૂધ્ધ લાંચની માંગણીનો ગુન્હો દાખલ કરતી એ.સી.બી.આ કામના અરજદારશ્રી વલસાડ, હાલર રોડ, આવાબાઇ હાઇસ્કુલ સામે, ઇન્ડીયન બેંકની બાજુમાં, દિલખુશ નામે કોલ્ડ્રીંક્સની લારી ચલાવી ધંધો ચલાવે છે, અને ગઇ તા.૧૯/૦૩/ર૦રર ના રોજ આરોપીએ અરજદાર સાહેદની કોલ્ડ્રીંક્સની લારી ન હટાવવા માટે ગ઼.૨,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ અને નગરપાલિકા વલસાડ નાઓ અરજદારની લારી ઉંચકવા આવે તે પહેલા અરજદારને જાણ કરશે ત્યારે લારી ત્યાંથી હટાવી લેવા અને અરજદારને દંડની કાર્યવાહીથી બચાવા માટે રૂ.૨,૦૦૦/- ની લાંચની માંગણી કરેલાનુ પ્રથમ દ્રષ્ટિએ જણાઇ આવેલ છે. તેમજ વૈજ્ઞાનિક તથા જરૂરી રેકર્ડ પુરાવાઓ આધારે લાંચની માંગણીનો ગુન્હો બનતો હોવાનુ ફલિત થયેલ છે.જેથી આરોપીએ પોતાનો અંગત આર્થિક લાભ મેળવવા પોતાના હોદ્દાનો દૂરઉપયોગ કરી રૂ.૨,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ હોવાનું ફલિત થયેલ હોય જેની સરકાર તરફે ફરીયાદ પો.ઇન્સ.શ્રી ડી.એમ.વસાવા, વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્ટે. નાઓએ આપતા આ કામના આરોપી વિરૂધ્ધ વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં.૧૩/૨૦૨૩ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ ના મુખ્ય કાયદામાં સુધારો-૨૦૧૮ ની કલમ- ૭(૩) તથા ૧૩(૨) મુજબનો ગુન્હો તા.૦૬/૧૦/૨૦૨૩ ના રોજ દાખલ કરેલ છે.ઉપરોક્ત કેસ અંગે તથા અન્ય કોઈ સરકારી અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવતા સત્તાના દુરૂપયોગ અંગેની જાણ એ.સી.બી. કચેરીના ટોલ ફ્રી નં.૧૦૬૪, ફોન નં. ૦૭૯-૨૨૮૬૬૭૭૨, ફેક્સ નં.૦૭૯-૨૨૮૬૯૨૨૮, ઈ-મેઈલ: astdir-acb-f2 @gujarat.gov.in/વ્હોટસએપ નં.૯૦૯૯૯ ૧૧૦૫૫ ઉપર મોકલી આપવા અથવા કચેરી સમય દરમ્યાન અત્રે રૂબરૂ પણ સંપર્ક કરવા તથા CD દ્વારા અથવા પેનડ્રાઈવમાં પણ માહિતી મોકલવા નાગરિકોને આહવાન કરવામાં આવે છે।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like