રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ દ્વારા વિજ્યાદશમીની ઉજવણી કરવામાં આવી।
રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ દ્વારા વિજ્યાદશમીની ઉજવણી કરવામાં આવી.અત્રે ચણોદ સ્થિત કે.બી.એસ. એન્ડ નટરાજ કૉલેજમાં વાપીના પ્રાંગણમાં રાષ્ટ્રીય સ્વયંમસેવક સંઘ, ગુરુ ગોવિંદસિંહ ઉપનગર, વાપી દ્વારા વિજ્યાદશમીનો ઉત્સવ ઉજવવામાં આવ્યોહતો. આ પ્રસંગમાં પ્રમુખ અતિથિ શ્રી રાજેશભાઈ દુગ્ગડ (ઉધોગપતિ સમાજ સેવક, અધયક્ષરાજસ્થાન પ્રગતિ મંડલ ચેરીટેબલ ટ્રસ્ટ વાપી ) તથા મુખ્ય વક્તા શ્રી વિનયભાઈ પ્રજાપતિ( બૌધિક પ્રમુખ વાપી નગર) હાજર રહ્યા હતા. મુખ્ય વક્તાશ્રીએ તેમના વકતવ્યમાં જણાવ્યુંહતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ૧૯૨૫ થી અવિરત ચાલતી રહતી સંઘયાત્રા છે. હિન્દુત્વનાઆઘારે વ્યક્તિ નિર્માણ કરીને રાષ્ટ્રનું નિર્માણ કરીને રાષ્ટ્રનું પુન: નિર્માણ કરવા માટે।રાષ્ટ્રીયસંઘ સતત પ્રયત્નશીલ રહ્યો છે. હિન્દુ સંગઠનના માધ્યમથી ભારત દેશને પ્રેમવૈભવશાળી બનાવવું ધ્યેય લઈ સંઘ આગળ વઘી રહ્યો છે. કેબીએસ કોલેજની ચણોદ કોલોનીસુધી રાષ્ટ્રીય સ્વયંસવક સંધના તમામ સેવકો રેલી કાઢીને સમાજના લોકો માટે પ્રેરક બનીનેરાષ્ટ્રી માટે જાગૃત કર્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક પોતાના જીવન, સામાજિક સેવાપોથી,દેશના વિકાસમાં અમુલ્ય ભાગ ભજવે એવી આહવાન આપી શુભેચ્છા પાઠવી હતી।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating